Site icon Revoi.in

સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહ પર વિદેશી ફંડ લેવાનો આરોપ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Social Share

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ઈન્દિરા જયસિંહ પર વિદેશી ફંડ લેવાના મામલામાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં આરોપ છે કે ઈન્દિરા ગાંધીએ યુપીએ સરકારના કાર્યકાળમાં 2009થી 2014 સુધી એડિશનલ સોલિસીટર જનરલ પદે રહેવા દરમિયાન વિદેશી ફંડ પ્રાપ્ત કર્યું  હતું.

આના સંદર્ભે ઈન્દિરા જયસિંહના સમર્થનવાળી એનજીઓ લોયર કલેક્ટિવે કહ્યું છે કે તેમને બળજબરીથી પરેશાન કરવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી છે, કારણ કે તેમણે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરુદ્ધ યૌન શોષણના આરોપ લગાવનારી મહિલાના વકીલ તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે.

તો એનજીઓ લોયર વોઈસ તરફથી સિનિયર એડવોકેટ પુરુષેન્દ્ર કૌરવે ગૃહ મંત્રાલયના 31 મે-2016 અને 27 નવેમ્બર-2016ના આદેશોને ટાંકીને કહ્યુ છે કે જયસિંહ અને આનંદ ગ્રોવર (એનજીઓ લોયર કલેક્ટિવના સેક્રેટરી અને પ્રેસિડેન્ટ)એ વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (એફસીઆરએ)નું ઉલ્લંઘન કર્યું છે. તેની સાથે જ મળેલી રકમનો ઉપયોગ રાજકીય ગતિવિધિઓ માટે પણ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે આ મામલામાં ગૃહ મંત્રાલયને પણ નોટિસ જાહેર કરી છે અને જવાબ આપવા માટે જણાવ્યું છે. એનજીઓ લોયર ક્લેક્ટિવનું લાયસન્સ સરકારે 2016માં જ સસ્પેન્ડ કર્યું હતું અને તેના પછી એફસીઆરએ હેઠળ બાદમાં રદ્દ પણ કરવામાં આવ્યું હતું.