Site icon Revoi.in

J&K: રમઝાનમાં ભૂખ્યા બાળકને ભોજન કરાવનારા શીખ જવાનનો વીડિયો વાઈરલ, લોકોએ કર્યા વખાણ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં એક શીખ જવાનનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જવાન બાળકને પોતાના હાથથી ભોજન કરાવી રહ્યો છે અને પાણી પીવડાવી રહ્યો છે. જણાવવામાં આવે છે કે આ બાળક માનસિકપણે નબળો છે. આ વીડિયોને સોશયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવ્યો છે. શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસનો જવાન બાળકને પોતાના હાથથી ભોજન કરાવી રહ્યો છે અને પાણી પીવડાવી રહ્યો છે. જણાવવામાં આવે છે કે આ બાળક માનસિકપણે નબળો છે. આ વીડિયોને સોશયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના કામકાજની રીતરસમો પર અવાર-નવાર સવાલો ઉભા કરવામાં આવે છે. એટલું જ નહીં તેમના પર માનવાધિકારના ઉલ્લંઘનોના આરોપ પણ લગાવાતા રહે છે. પરંતુ મોટાભાગે ઉભી કરવામાં આવેલી સુરક્ષાદળોની આવી છબીને ખોટી સાબિત કરતા ઘણાં કિસ્સાઓ ચર્ચામાં આવતા રહે છે. ક્યારેક પૂરમાં જનતાનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવાહ નહીં કરનારા આવા જવાનોના વીડિયો અને તસવીરો ઘણી વારયરલ થઈ ચુક છે.

તેવામાં હવે જવાનનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સીઆરપીએફના ટ્વિટર હેન્ડલ પર ગોપાલદાસ નીરજની પંક્તિઓ- અબ તો મજહબ કોઈ એસા ભી ચલાયા જાયે, જિસમેં ઈન્સાન કો ઈન્સાન બનાયા જાયે.

આ વાઈરલ વીડિયોમાં દેખાતો શીખ જવાન જમ્મુ-કાશ્મીર પોલીસનો નહીં, પણ સીઆરપીએફનો છે. શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં વિકલાંગ કાશ્મીરી બાળકને ભોજન કરાવતો સીઆરપીએફનો જવાન 49મી બટાલિયનમાં ડ્રાઈવર તરીકે તેનાત ઈકબાલસિંહ છે.

આ વીડિયોને શેયર કરતી વખતે શ્રીનગર સેક્ટર સીઆરપીએફના ટ્વિટર હેન્ડર પર હ્મુમાનિટી ઈજ ધ મધર ઓફ ઓલ રિલિઝિયન્સ લખવામાં આવ્યું છે. તેને સોશયલ મીડિયામાં ઘણાં લોકો પોસ્ટ કરી ચુક્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે વી કેયર, એટલે કે અમે કાળજી લઈએ છીએ. આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો આ પોલીસ જવાનની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું છે કે માણસાઈનો કોઈ ધર્મ હોતો નથી. લોકો પોલીસ જવાનના આ પગલાને સેલ્યૂટ કરીને વધાવી રહ્યા છે.