Site icon Revoi.in

બેશરમ પાકિસ્તાન: રશિયામાં કાશ્મીર અને ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવામાં લાગેલી છે ISI

Social Share

નવી દિલ્હી: કાશ્મીરના મુદ્દા અને આતંકવાદ ફેલાવવાને લઈને આખી દુનિયામાં ધોબી પછાડ ખાનારું પાકિસ્તાન પોતાની હરકતો છોડવા માટે તૈયાર નથી. ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા વર્તુળમાં એક રિપોર્ટ આપ્યો છે, તેના પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ રશિયામાં હાલના કેટલાક સ્થાનિક નિવાસીઓની મદદથી કાશ્મીરના મુદ્દાને લઈને ભારત વિરોધી ગતિવિધિઓ ફેલાવવામાં લાગેલી છે.

ભારતીય એજન્સીઓની પાસે આવા ઈનપુટ આવ્યા બાદ ત્યાંના મિશનને સક્રિય કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જ સૂત્રોને ટાંકીને એક ન્યૂઝચેનલના અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન એન્ટી ઈન્ડિયા પ્રોપેગેન્ડાને રશિયાના મીડિયામાં પણ ફેલવવા માંગે છે. પરંતુ તે હજી સુધી આ કામમાં સફળ થઈ શક્યું નથી.

પાકિસ્તાન હાલના સમયમાં આખી દુનિયામાં આતંકવાદના મુદ્દા પર અલગ-થલગ પડેલું છે. તાજેતરમાં ચીને પણ પાકિસ્તાનનો સાથે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરતી વખતે આપ્યો ન હતો. પુલવામા એટેક બાદ ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર મોટી એરસ્ટ્રાઈક કરી હતી. તેના પછી પાકિસ્તાન ચચરાટ સાથે કાશ્મીરને લઈને એન્ટી ઈન્ડિયા પ્રોપેગેન્ડા કરવામાં લાગેલું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પોતાની આ નાપાક ચાલને રશિયાના કેટલાક વિસ્તારોમાં અંજામ આપ્યો છે.

તાજેતરમાં ન્યૂઝચેનલે ગુપ્તચર એજન્સીઓને ટાંકીને આ ન્યૂજ બ્રેક કર્યા હતા કે કેવી રીતે પુલવામા એટેક બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકના ગઢમાં ઘૂસીને આતંકવાદીઓને વીણી-વીણીને સાફ કર્યા હતા. તેવામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદના આકાઓ અને તેમની સરપરસ્ત આઈએસઆઈ ખળભળી ગઈ જે કાશ્મીર ખીણના યુવાનોને આતંકવાદના માર્ગમાં ઝોંકવામાં નાકામિયાબ કાશ્મીરીઓને ગેરમાર્ગે દોરીને તેમના બ્રેનવોશમાં લાગેલી છે. તેઓ તુર્કી જેવા દેશમાં જઈને એજ્યુકેશન સ્કોલરશિપ પર અભ્યાસ કરી રહ્યા છે.

મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને તુર્કીમાં કાશ્મીરી યુવાનો માટે સાઈબર સેલ ખોલ્યો છે. જેથી આઈએસઆઈ કાશ્મીરના ભણેલા-ગણેલા યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમને ભારતની વિરુદ્ધ ભડકાવી શકે છે. સૂત્રો પ્રમાણે, આના માટે પાકિસ્તાને એક ગ્રુપને ફંડિંગ કરીને સાઈબર સેલ ખોલવા માટે જણાવ્યું છે.

તુર્કી દર વર્ષે આખા વિશ્વમાંથી યુવાનોને તુર્કીમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ આપે છે, જેમાં કાશ્મીરી યુવાનો પણ સ્કોલરશિપ મેળવે છે. મહત્વપૂર્ણ છે કે 2018માં આખા વિશ્વમાંથી તુર્કીમાં સ્કોલરશિપ માટે એક લાખ 35 હજાર સ્ટૂડન્ટ્સે અરજી કરી હતી. જેમાં 17 હજાર 500 યુવકોને સફળતા પ્રાપ્ત થઈ હતી.1992થી શરૂ થયેલી તુર્કીની આ સ્કોલરશિપ દ્વારા આખા વિશ્વમાંથી સરેરાશ દર વર્ષે સાત હજારથી વધારે સ્ટૂડન્ટ્સને સ્કોલરશિપ આપવામાં આવે છે.

આ મામલા પર સુરક્ષાના જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન તુર્કીમાં ગયેલા કાશ્મીરી સ્ટૂડન્ટ્સને એટલા માટે નિશાન બનાવી રહ્યું છે, કારણ કે કાશ્મીર ખીણમાં આતંકવાદી સતત ઓપરેશન ઓલઆઉટમાં ઠાર થઈ રહ્યા છે. કાશ્મીરમાં તેમની દાળ ગળી રહી નથી. તેવામાં તેઓ પોતાના મિત્ર દેશ તુર્કીમાં કાશ્મીરથી સ્કોલરશિપ પર ગયેલા યુવાનોને રિઝવી રહ્યા છે. જાણકારો કહે છે કે સુરક્ષાદળો અને ગુપ્તચર એજન્સીઓને તેમના ઉપર કડક નજર રાખવી પડશે. જેનાથી દેશના દુશ્મન કામિયાબ થઈ શકે નહીં.