1. Home
  2. revoinews
  3. ઈન્શ્યોરન્સ કંપનીઓએ કૃષિ વીમા ચુકવણી માટે 530 કરોડ દબાવ્યા, સંકટ વધ્યું
ઈન્શ્યોરન્સ કંપનીઓએ કૃષિ વીમા ચુકવણી માટે 530 કરોડ દબાવ્યા, સંકટ વધ્યું

ઈન્શ્યોરન્સ કંપનીઓએ કૃષિ વીમા ચુકવણી માટે 530 કરોડ દબાવ્યા, સંકટ વધ્યું

0

નવી દિલ્હી:  વીમા કંપનીઓ પાક વીમા અને કૃષિ સંકટ સામે ઝઝૂમી રહેલા ખેડૂતોના કરોડો રૂપિયા દબાવીને બેઠા છે. સરાકરે પહેલીવાર વીમા કંપનીઓ પર દંડ લગાવવાના સંકેત આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે અંગ્રેજી અખબારે સત્તાવાર આંકડાની સમીક્ષા કરીને અહેવાલ પ્રકાશિત કર્યો છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ઓક્ટોબર-2018માં એક નવો નિયમ બનાવવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી-2019માં પ્રભાવી બન્યો છે. આ નિયમ પ્રમાણે જો વીમા કંપનીઓ પાક વીમાના દાવાઓની ચુકવણીમાં વિલંબ કરે છે, તો તેમને દંડ આપવો પડશે. કૃષિ સંકટ અને લોકસભા ચૂંટણીને કારણે હવે આ એક રાજકીય મુદ્દો બની ગયો છે.

વીમા કંપનીઓ ખેડૂતોને પાક વીમા સાથે જોડાયેલા કરોડો રૂપિયા દબાવીને બેઠા છે. એક રિપોર્ટ પ્રમાણે, પાક વીમા માટે અધિકૃત દેશની 18 વીમા કંપનીઓ ખેડૂતોને તેમના હકની રકમ આપી રહી નથી. તેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ તો વધી જ રહી છે, સરકારને પણ વીમા કંપનીઓ પર દંડ લગાવવું પડી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, તાજેતરના વર્ષોમાં ખેડૂતોએ એક પછી એક જે વિરોધ-પ્રદર્શન કર્યા, તેની પાછળ એક મોટું કારણ પાક વીમો મળવામાં થઈ રહેલો વિલંબ પણ છે.

વડાપ્રધાન આવાસ વીમા યોજના હેઠળ આ નવા નિયમને લાવવામાં આવ્યો છે. પ્રવર્તમાન સરકારની મુખ્ય સબસિડી કૃષિ વીમા યોજનાએ સમસ્યાની ભયાનકતાને ઉજાગર કરી છે. 31 માર્ચ, 2019ના રોજ ખેડૂતોના લગભગ 530 કરોડ રૂપિયા બાકી છે. જો કે આમાથી કેટલાક નાણાં ખેડૂતોને આપવામાં આવ્યા છે.

આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ નામ નહીં પ્રકાશિત કરવાની શરતે જણાવ્યુ છે કે વિલંબ માટે લગભગ આઠ કંપનીઓ પર 16 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. એક વીમા કંપનીએ તમામ દાવાઓ સાથે સંબંધિત ડેટા પ્રાપ્ત કરવાના 30 દિવસની અંદર ચુકવણી કરવી જોઈએ. જો તે વીમા કંપની નિષ્ફળ રહે છે, તો તેના પર લેણાના 12 ટકાના દરે દંડ લગાવવામાં આવે છે. હવામાનની મારને કારણે બરબાદ થયેલા પાકના વળતરને ચુકવવાથી ખેડૂતોના વ્યક્તિગત ભાગ્ય અને સમગ્ર અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.

આવા પ્રકારનો વિલંબ લાખો ખેડૂતોને ગરીબીમાં ધકેલી શકે છે, જેનાથી તેમને આગામી વાવણીની સિઝન માટે ઘણાં ઓછા નાણાં મળશે. તેના સિવાય આવા પ્રકારના વિલંબથી ખેડૂતોને કૃષિ ઋણની ચુકવણીમાં અડચણ ઉત્પન્ન થાય છે, જે તેમને ડિફોલ્ટ થવાની અણિ પર લઈ જાય છે. કૃષિ લોન લેનારા કોઈપણ ખેડૂતો માટે કૃષિ વીમો અનિવાર્ય છે.

વિલંબથી ચુકવણીનું એવું દુષ્ચક્ર અને અન્ય મુદ્દા સિવાય ગત બે વર્ષોમાં ખેડૂતો દ્વારા કૃષિ ઋણ માફીની માગણીને લઈને મોટા પ્રમાણમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને કારણે રાજકીય પક્ષોએ 2019ની ચૂંટણી પહેલા ખેડૂતો માટે ઋણ માફીની ઘોષણા કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.