Site icon Revoi.in

નૌસેનાએ લોન્ચ કરી સ્કોર્પિયન ક્લાસની ચોથી સબમરીન INS વેલા

Social Share

ભારતીય નૌસેનાએ સોમવારે મજગાંવ ડોક લિમિટેડ (એમડીએલ)માં ચોથી સ્કોર્પિયન ક્લાસ સબમરીન વેલા લોન્ચ કરી. પ્રોજેક્ટ-75 હેઠળ ભારત 6 સબમરીન તૈયાર કરવા અંગે કામ કરી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, બાકીની બે સબમરીન આઇએનએસ વાગીર અને આઇએનએસ વાગશીર પર કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. તેને પણ ટુંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપ (ડીસીએનએસ)ના સહયોગથી સ્કોર્પિયન ક્લાસ સબમરીનના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બંને કંપનીઓની વચ્ચે 6 સબમરીન તૈયાર કરવા માટે 2005માં કરાર થયો હતો. તે હેઠળ તમામ સબમરીન મુંબઈમાં જ તૈયાર કરવામાં આવી રહી છે.

શું છે સબમરીનની ખાસિયત

આ 6 સબમરીનના સામેલ થવાથી નૌસેનાની તાકાત ઘણી વધી જશે. આ તમામ સ્કોર્પિયન સબમરીન એન્ટિ-સરફેસ વોરફેર, એન્ટિ-સબમરીન વોરફેર, ગુપ્ત જાણકારી મેળવવી, માઇન બિછાવવી અને એરિયા સર્વેલન્સ વગેરેનું કામ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ-75 હેઠળ નૌસેનાને પહેલી સબમરીન ગયા વર્ષે ડિસેમ્બરમાં મળી હતી. સ્કોર્પિયન સીરીઝની પહેલી સબમરીનનું નામ આઇએનએસ કલવરી છે. રિપોર્ટ્સ પ્રમાણે, આઇએનએસ ખંડેરી (જાન્યુઆરી 2017) અને આઇએનએસ કરંજ (31 જાન્યુઆરી, 2018) પહેલા જ ભારતીય નૌસેનામાં સામેલ થઈ ચૂકી છે. આ બંને એડવાન્સ સ્ટેજની સબમરીન છે, તેનાથી નૌસેનાની તાકાતમાં વધારો થયો છે.