1. Home
  2. revoinews
  3. મુંબઈમાં ભારે વરસાદઃજનજીવન ખોરવાયું,હવામાન વિભાગ દ્વારા એલર્ટ
મુંબઈમાં ભારે વરસાદઃજનજીવન ખોરવાયું,હવામાન વિભાગ દ્વારા એલર્ટ

મુંબઈમાં ભારે વરસાદઃજનજીવન ખોરવાયું,હવામાન વિભાગ દ્વારા એલર્ટ

0

મુંબઈમાં ધેરાયેલા વાદળોએ હાલ વરસવાનું શરુ કર્યું છે જેને પગલે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરીને લોકોને સાવચેતી રાખવાના સુચનો આપ્યા છે,તે ુપરાંત મુંબઈના લોકોને દરિયા પાસે ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

ભારે વરસાદને પગલે રેલવે સેવાઓ ખોળવાય છે, તો સાથે સાથે મુંબઈ આવનારી ફ્લાઈટો પણ નિર્ધારીત સમય કરતા મોડી પડી છે,ત્યારે કેટલાક વિસ્તારોમાં શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે, ફરી એક વાર મુંબઈ મહાનગર પર આફત મંડળાઈ રહી છે,વરસાદના કારણે લોકલ ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગના એલર્ટ બાદ બીએમસીએ સુચના જાહેર કરીને કહ્યું છે કે, તમામ સ્કૂલોને આજે બંધ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.