1. Home
  2. revoinews
  3. રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ 87 વર્ષની વયે ફરી બીજેપીના સહયોગમાં આવ્યા
રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ 87 વર્ષની વયે ફરી બીજેપીના સહયોગમાં આવ્યા

રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ 87 વર્ષની વયે ફરી બીજેપીના સહયોગમાં આવ્યા

0
  • કલ્યાણ સિંહ ફરી બીજેપીના સદસ્ય બન્યા
  • રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ
  • હવે નહી લડે કોઈ પણ ચૂંટણી
  • યૂપીના બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
  • કટ્ટર હિન્દૂત્વવાદી નેતા તેમની ઓળખ છે

રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહએ સોમવારે ફરીએક વાર બીજેપીની સદસ્યતા ગ્રહણ કરી હતી,આ સમય દરમિયાન તેમણે કહ્યું કે, “હાલના સમયમાં સુખ્યમંત્રી આદીત્યનાથનો કોઈ વિકલ્પ નથી સાથે તેમણે યોગી સરકારને  સહયોગ કરવા માટે આશ્વાસન પણ આપ્યું”

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહએ 87 વર્ષની વયે ફરી સક્રીય રીતે રાજકારણમાં વાપસી કરી છે, રાજનીતિમાં પાછા ફળ્યા બાદ તેમણે જણાવ્યું કે ,”હું રાજ્યપાલ હતો ત્યારે કઈ નહોતો બોલતો પરંતુ દરરોજ દોઢ કલાક યૂપીની માહિતી મેળવતો રહેતો હતો”.

લખનઉમાં પ્રેસ કોન્ફોરન્સ કરતા તેમણે કહ્યું કે, “સરકાર માટે સહયોગ કરતો રહીશ,ઉત્તર પ્રદેશમાં  યોગી આદીત્યનાથનો કોઈ વિકલ્પ નથી, હું બીજેપીને મજબુત કરવા માટે કામ કરીશ,હું આગળ કોઈ પણ ચૂંટણી નહી લડુ,મે ઘણી ચૂંટણીઓ લડી લીધી છે અને કાર્યકર્તાઓ પાસેથી ખૂબ પ્યાર પણ મળ્યો છે”.

રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ સોમવારે ફરીથી બીજેપીના થયા હતા,બીજેપીના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી,આ સમય દરમિયાન બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.કલ્યાણ સિંહ અગાઉ બે વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

રાજ્યપાલ પદથી નિવૃત્ત થયા પછી લખનઉ પાછા ફરતા કલ્યાણ સિંહનું તેમના સમર્થકોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ ત્યાર બાદ તેઓ સીધા બીજેપીના પ્રદેશ મુખ્યાલય પહોંચ્યા હતા,પાર્ટીની સદસ્યતા ગ્રહણ કર્યા પછી કલ્યાણ સિંહ તેમના પોત્ર અને રાજ્ય મંત્રી સંદિપ સિંહના માલ એવન્યૂ સ્થિત આવાસ પર જઈને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.કલ્યાણ સિંહ 87 વર્ષની ઉમંરે પણ એજ રુત્બા સાથે જોવા મળ્યા હતા અને આજે પમ તેઓ બીજેપી સાથે કામ કરવા તત્પર છે તેઓ બીજેપીમાં રહીને બીજેપીને આગળ લાવવાનું કામ કરશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.