Site icon Revoi.in

હવે લાલ આતંક વિરુદ્ધ મોરચો ખોલશે દંતેશ્વરી ફાઇટર્સ, મહિલા પોલીસ ટીમ કરશે નક્સલીઓનો સફાયો

Social Share

નક્સલ પ્રભાવિત જિલ્લા દંતેવાડામાં નક્સલ મોરચા પર અત્યાર સુધી ફક્ત પુરુષ જવાનો જ સામેલ થતા હતા, પરંતુ હવે અહીંયા પહેલીવાર એવું થશે જ્યારે ફોર્સની મહિલા અને સ્થાનિક મહિલા પોલીસની ટીમ નક્સલીઓની ગુફામાં ઘૂસીને તેમની સાથે સીધો મુકાબલો કરશે. દંતેવાડા પોલીસે 30 મહિલા કમાંડોની વિશેષ ટીમ તૈયાર કરી છે, જેનું નામ દંતેશ્વરી ફાઇટર્સ રાખવામાં આવ્યું છે, જે ટ્રેઇનિંગ પૂરી કરીને ટુંક સમયમાં જ આ નક્સલ ઓપરેશન માટે જશે. તાજેતરમાં જ દંતેવાડામાં સીઆરપીએફ બસ્તરિયા મહિલા બટાલિયનની એક કંપની પણ દંતેવાડામાં તહેનાત કરવામાં આવી છે. આ ટીમમાં પણ 30 મહિલા કમાંડો છે. આ બંને ટીમો મળીને કુલ 60 કમાંડો 2 મહિલા અધિકારીઓ દિનેશ્વરી અને આસ્થાના નેતૃત્વમાં યુદ્ધના મેદાનમાં ટુંક સમયમાં જ ઉતરશે.

ઉલ્લેખનીય છે કે આખું વર્ષ પૂર્વ સીઆરપીએફએ બસ્તરમાં માઓવાદીઓ સામે મુકાબલો કરવા માટે બસ્તરના યુવાનોની અલગ કંપની બનાવવામાં આવી હતી. જેનું નામ બસ્તરિયા બટાલિયન રાખવામાં આવ્યું હતું. આ બટાલિયનમાં બસ્તરના અનેક યુવક-યુવતીઓ ભરતી થયા, જેમણે પોતાની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. જ્યારે બટાલિયન પાસેથી ટ્રેનિંગ લીધા પછી 30 એવી યુવતીઓને પસંદ કરવામાં આવી છે જેમણે માઓવાદને બહુ નજીકથી જોયો છે અને અહીંના પાણી, જંગલ અને જમીનથી પણ બહુ સારી રીતે વાકેફ છે. મેદાની વિસ્તારમાં પોતાની ટ્રેનિંગ પૂરી કરીને આ 30 કમાંડો દંતેવાડા પાછી ફરી છે અને અહીંયા તેમને બસ્તરના જંગલો વચ્ચે માઓવાદીઓ સાથે લડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

દંતેવાડા એસપી ડૉ. અભિષેક પલ્લવના માર્ગદર્શનમાં મહિલા ડીઆરજીની ટીમ પણ તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી દંતેવાડામાં ફક્ત પુરુષ ડીઆરજીની ટીમ 5 ટીમ હતી, પરંતુ હવે છઠ્ઠી મહિલા ડીઆરજીને મેદાનમાં ઉતારવામાં આવી રહી છે. આ ટીમનું નામ બસ્તરની આરાધ્ય દેવી મા દંતેશ્વરીના નામ પર દંતેશ્વરી ફાઇટર્સ રાખવામાં આવ્યું છે. આ ફાઇટર ટીમને તૈયાર કરવાની જવાબદારી મહિલા પોલીસ અધિકારી ડીએસપી દિનેશ્વરી નંદને સોંપવામાં આવી છે. દિનેશ્વરીના નેતૃત્વમાં હવે 30 મહિલા કમાંડોને તૈયાર કરવામાં આવ રહી છે, જેમાં 5 આત્મસમર્પિત ખૂંખાર મહિલા માઓવાદી પણ સામેલ છે.

આ રીતે મળી રહી છે ટ્રેનિંગ

બસ્તરની મહિલાઓ જે અત્યાર સુધી પોતાના હાથોમાં ફક્ત વેલણ જ પકડતી હતી તેઓ હવે નક્સલ અભિયાન માટે પુરુષ જવાનો સાથે ખભે ખભો મેળવીને ભારે હથિયારો ઉઠાવી રહી છે. જ્યારે બસ્તરિયા બટાલિયનની યુવતીઓની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ આસ્થાના નેતૃત્વમાં સિલેક્ટેડ 30 મહિલા કમાંડો સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે. બસ તેમને યુદ્ધના મેદાનમાં મોકલવા માટે જંગલોની વચ્ચે નક્સલીઓનો સામનો કરવા વિશે અંતિમ જાણકારીઓ આપવામાં આવી રહી છે. બીજી બાજુ સીઆરપીએફ મહિલા કમાંડોની મદદ અને મહિલા ડીએસપી દિનેશ્વરીના નેતૃત્વમાં ડીઆરજી કમાંડોની ટીમ પણ પોતાની ટ્રેનિંગના અંતિમ ચરણમાં છે.