Site icon Revoi.in

ચૂંટણીપંચ તરફથી આચારસંહિતા મામલે મોદીને 5 વાર અને રાહુલને 3 વાર ક્લીનચીટ, અત્યાર સુધી વિવિધ મામલે થઈ ફરિયાદ

Social Share

ચૂંટણી કોઈપણ હોય, પ્રચાર દરમિયાન નેતાઓની જીભ લપસવી કે પછી ભડકાઉ નિવેદનો આપવા વગેરે થતું રહેતું હોય છે. લોકસભા ચૂંટણીમાં પણ આવા ઘણા પ્રસંગો આવ્યા. ફાયરબ્રાન્ડ નેતાઓ ઉપરાંત, પીએમ મોદી, રાહુલ ગાંધી ઉપર પણ ખોટા નિવેદનો અથવા આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપ લાગ્યા. વિપક્ષે ચૂંટણીપંચને કેન્દ્ર સરકારના ઇશારાઓ પર કામ કરનારું પણ ગણાવ્યું. જોકે આ દરમિયાન ચૂંટણીપંચે રાહુલ ગાંધીને પણ કેટલાક મામલે ક્લીનચિટ આપ હતી. અહીંયા એ મુખ્ય મામલાઓની લિસ્ટ આપી છે જે ચૂંટણીપંચ સુધી પહોંચ્યા.

ઘટનાની તારીખ કોના વિરુદ્ધ શું હતી ફરિયાદ ચૂંટણીપંચનો નિર્ણય નિર્ણય ક્યારે
12 માર્ચ રાહુલ ગાંધી અમદાવાદ રેલીમાં આચારસંહિતા તોડવાનો આરોપ ઉલ્લંઘન નહીં 19 માર્ચ
17 માર્ચ કે. ચંદ્રશેખર રાવ હિંદુઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવાનો આરોપ ભવિષ્યમાં સાવધાન રહેવાની સલાહ 3 મે
5-12 એપ્રિલ આઝમ ખાન રામપુર જિલ્લા કલેક્ટર વિરુદ્ધ અપમાનજનક ભાષા ચેતવણી, 48 કલાકની રોક 30 એપ્રિલ
8 એપ્રિલ રાહુલ ગાંધી જાહેરાતથી આચારસંહિતા તોડી ઉલ્લંઘન નહીં 13 એપ્રિલ
9 એપ્રિલ યોગી આદિત્યનાથ ધાર્મિક આધાર પર વોટ માંગવા નિંદા, પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ 15 એપ્રિલ
11 એપ્રિલ મેનકા ગાંધી ધાર્મિક આધાર પર વોટ માંગવા નિંદા, પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ 15 એપ્રિલ
14 એપ્રિલ આઝમ ખાન જયાપ્રદા પર વિવાદિત ટિપ્પણી નિંદા, 72 કલાકનો પ્રતિબંધ 15 એપ્રિલ
14 એપ્રિલ કમલનાથ પીએમ મોદી વિરુદ્ધ નિવેદન ઉલ્લંઘન નહીં 1 મે
15 એપ્રિલ નવજોતસિંહ સિદ્ધુ ધર્મના નામ પર વોટ માંગવાનો આરોપ 72 કલાકનો પ્રતિબંધ 22 એપ્રિલ
18,20 એપ્રિલ પ્રજ્ઞાસિંહ ઠાકુર હેમંત કરકરે અને બાબરી મસ્જિદ પર નિવદન 72 કલાકનો પ્રતિબંધ 1 મે
21 એપ્રિલ નરેન્દ્ર મોદી સેનાના નામ પર વોટ માંગવાનો આરોપ ઉલ્લંઘન નહીં 4 મે
22 એપ્રિલ અમિત શાહ સેનાને મોદીની સેના ગણાવી ઉલ્લંઘન નહીં 3 મે
23 એપ્રિલ રાહુલ ગાંધી અમિત શાહને હત્યાના આરોપી ગણાવ્યા ઉલ્લંઘન નહીં 2 મે
23 એપ્રિલ રાહુલ ગાંધી મોદી પર લગાવ્યો આદિવાસી વિરોધી કાયદો બનાવવાનો આરોપ સ્પષ્ટતા માંગી 1 મે
23 એપ્રિલ અમિત શાહ વોટિંગના સમયે ઇન્ટરવ્યુ ઉલ્લંઘન નહીં 30 એપ્રિલ
23 એપ્રિલ નરેન્દ્ર મોદી વોટિંગ દરમિયાન રોડ શૉ ઉલ્લંઘન નહીં 3 મે
25,26 એપ્રિલ નરેન્દ્ર મોદી સેના પર નિવેદન ઉલ્લંઘન નહીં 3 મે
9 એપ્રિલ નરેન્દ્ર મોદી પુલવામા-બાલાકોટના નામ પર માંગ્યો વોટ ઉલ્લંઘન નહીં 7 મે
23 એપ્રિલ નરેન્દ્ર મોદી બાલાકોટ એરસ્ટ્રાઇકના નામ પર માંગ્યો વોટ ઉલ્લંઘન નહીં 7 મે

ચૂંટણીપંચ પાસે આચારસંહિતાના ઉલ્લંઘનના સૌથી વધુ મામલાઓ મોદી અને રાહુલની ફરિયાદના આવ્યા. તેમાં પીએમ મોદીને 5 અને રાહુલને 3 વખત ક્લીનચીટ આપવામાં આવી છે. જ્યારે સાધ્વી પ્રજ્ઞા, આઝમ ખાન, નવજોતસિંહ સિદ્ધુ જેવા નેતાઓ પર પ્રતિબંધ પણ લાગ્યો છે.