1. Home
  2. revoinews
  3. વિનાશક પૂરઃ-ઉત્તર પ્રદેશ અને બિહારમાં 109ના મોત,24 કલાકમાં ભારે વરસાદની આગાહી
વિનાશક પૂરઃ-ઉત્તર પ્રદેશ અને બિહારમાં 109ના મોત,24 કલાકમાં ભારે વરસાદની આગાહી

વિનાશક પૂરઃ-ઉત્તર પ્રદેશ અને બિહારમાં 109ના મોત,24 કલાકમાં ભારે વરસાદની આગાહી

0
  • યૂપી અને બિહારમાં પૂર બન્યુ વિનાશક
  • બિહારમાં 29 અને યૂપીમાં 80 લોકોના મોત
  • અનેક લોકો લાપતા થયાના સમાચાર
  • શહેર આખુ ટાપુંમાં ફેરવાયું
  • ગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી

ઉત્તપ પ્રદશ અને બિહારમાં પૂરની સ્થિતિ સર્જાય છે,લોકોના જીવ તાળવે ચોટ્યા છે,પરિસ્થિતિ એટલી કથળી છે કે,અત્યાર સુધી યૂપીમાં 80 ને બિહારમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે,ત્યારે મોટા પ્રમાણમાં લોકો ગુમ થયાના સમાચાર પણ સામે આવ્યા છે

મળતી માહિતી મુજબ યૂપીમાં શનિવારના રોજ 26 અને રવિવાર બપોરે 35 લોકોના મોત થઈ ચૂક્યા છે,અને શહેરમાં કલાકો સુધી વિજળી પણ ડૂલ થઈ હતી,આખુ શહેર ટાપુમાં ફેરવાયુ છે,રાજેન્દ્ર નગર અને પાટલિપુત્ર કોલૉની જેવા નિચાણવાળા વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાય છે, શહેરોની કેટલીક હોસ્પિટલ,દુકાનો ,બજારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે,લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે,અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, તમામ સમસ્યાઓ વચ્ચે લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ સતત પ્રયત્નો કરી રહી છે ,ત્યારે બિહાર સરકારે ભારતીય વાયુસેનાથી પટનાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયંલા લોકોને બહાર નીકાળવા માટે અને લોકો સુધી ફુડ પેકેટ તથા દવાઓ જેવી સામગ્રીને પહોંચાડવા માટે બે હેલિકોપ્ટરની માંગણી કરી છે.

આગળના 24 કલાકમાં ભાર વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્રારા ચેતવણી  આપવામાં આવી છે કે,આવનારા 24 કલાકમાં આ બન્ને રાજ્યો પર ભારે વરસાદ પડી શકે છે, બન્ને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,તે સાથે સાથે બચાવકાર્યની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે,આ ટીમ મારફતે લોકોને સહીસલામત જગ્યાએ  ખસેડવામાં આવી રહ્યા છે,સાથે સાથે લોકોને રાહતસામગ્રી પહોંચાડાવા માટેનું કામ પણ સતત જોરમાં ચાલી રહ્યું છે.


કરોડોની સંખ્યાની સંપતિનું નુકશાન

 યૂપી અને બિહારમાં કરોડોની સંખ્યામાં નુકશાન થયું છે,ખાનગી સંપતિ સાથે સાથે સરકારી સંપતિને પણ ઘણું નુકશાન થવા પામ્યું છે,હજારોની સંખ્યામાં લોકોએ પોતાનો વિસ્તાર છોડવાનો વારો આવ્યો છે, સૌથા વધુ નુકશાન ખેડૂતોને થવા પામ્યું છે ,ખેતરમાં ઉપજેલો પાક પણ નુકશાન થવા પામ્યો છે.


ભાગલપુર જીલ્લામાં દીવાલ ઘરાશયી થતા 3ના મોત નિપજ્યા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,રાજ્યની રાજધાનીમાં શુક્રવાર સાંજથી 200 મીમીથી પણ  વધુ વરસાદ નોંધાયો છે.જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મુખ્ય સચિવ પ્રત્યય અમૃત દ્વારા “સંપૂર્ણ અણધાર્યો” ગણાવ્યો હતો. બિહારના ભાગલપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે હનુમાન મંદિરની દિવાલ અચાનક પડી જતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં અને એક વ્યક્તિ ઘાયલ થયો.

આ સિવાય પટનાના દાનાપુર રેલ્વે સ્ટેશનના સૂર્વ ગેટ પાસે અતિભારે વરસાદના કારણે રસ્તા વચ્ચે ઊભેલી એક રિક્ષા પર ઝાડ પડ્યુ હતું,આ ઘટનામાં એક નાની બાળકી સહિત ત્રણ મહિલાઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, સતત વરસાદના કારણે અહિ ઘણું નુકશાન થવા પામ્યું ,ત્યારે ત્રણ સ્થાનિક લોકો પણ લાપતા થયા છે તેને શોધવાના પ્રયત્નો સતત ચાલું છે.

ડિઝાસ્ટર કન્ટ્રોલ વિભાગના મુખ્ય સચિવ પ્રત્યમ કુમારે પણ વિવિધ પાવર સબ-સ્ટેશનોમાં પ્રવેશતા પાણી અંગે ચિંતા વ્યક્ત કરી છે જે લાંબા ગાળે પાણીના પમ્પિંગ પંપને નુકસાન પહોંચાડી શકે છે. ભારે વરસાદને કારણે ઉત્તર-પૂર્વ રેલ્વેના બલિયા-છપરા વિભાગમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ છે.

ઉત્તર-પૂર્વ રેલ્વેના પીઆરઓ મહેશ ગુપ્તાએ જણાવ્ય0AC1 કે, 4 વાગ્યે 15 મિનિટથી વરસી રહેલા સતત વરસાદને લઈને  છપરા બલિયા સ્ટેશનના રેલ પાટાપર માટી જમા થઈ જવાની ઘટના બની છે, રૂટ પર ટ્રેનનો ટ્રેફિક જોવા ણળ્યો હતો,તેમણ કહ્યું કે આ રૂટની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે,જ્યારે લાંબા સફરની ટ્રેનોને  છપરા-બટની-મઉ રૂટ પર દોડાવવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.