1. Home
  2. revoinews
  3. એક તરફ પટનામાં વિનાશ તો બીજી તરફ મૉડેલનું ફોટો શૂટઃ-લોકોએ મોડૅલને કરી ટ્રોલ
એક તરફ પટનામાં વિનાશ તો બીજી તરફ મૉડેલનું ફોટો શૂટઃ-લોકોએ મોડૅલને કરી ટ્રોલ

એક તરફ પટનામાં વિનાશ તો બીજી તરફ મૉડેલનું ફોટો શૂટઃ-લોકોએ મોડૅલને કરી ટ્રોલ

0
  • પટના પાણીમાં ગરકાવ બીજી તરફ મોડેલ ફોટોઝના મૂડમાં
  • લોકોએ મૉડેલને કરી ટ્રોલ
  • ફોટોગ્રાફર કહ્યું- સ્થિતિને દર્શાવવા કર્યું મૉડેલનું ફોટોશૂટ
  • મૉડેલિંગ કરતી મૉડલના ફોટોઝ થયા વાયરલ

એક તરફ ભારે વરસાદની તબાહીથી પટના શહેર આખુ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે,લોકોની હાલત કફોળી બની છે તો કેટલાક લોકોએ તો પાતાના જીવ પણ ગુમાવ્યા છે,ત્યારે આ જ પટનામાં બીજી તરફ એક મોડૅલ પોતાનું ફોટૉશૂટ કરાવતી નજરે પડી હતી,પટનાના એક યુવાન ફોટોગ્રાફર સૌરવ અનુરાજનું કહેવું છે કે, “તેણે હાલની કથળેલી સ્થિતિને લોકોને બતાવવા માટે  મૉડેલિંગ ફટૉઝ ક્લીક કર્યા છે”.

પટનાના નિફ્ટની અદિતિ સિંહ નામની સ્ટૂડન્ટ મોડેલના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફૉટોઝમાં જ્યા એક તરફ તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ લોકોએ આ ફોટોશૂટ પર અનેક સવાલ ઉઠાવ્યા છે,

ત્યારે આ ફોટોશૂટ કરનારા ફોટોગ્રાફરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે,તેણે આ ફોટોશૂટ એટલા માટે કર્યું છે કે ,તે લોકો સુધી મેસેજ પહોંચાડી શકે કે , બિહારમાં કંઈ પણ થાય તો બહારના લોકોને ફર્ક પડતો નથી,તે જોઈને કેટલાક લોકોએ મદદ કરવા માટે અનેક મેસેજ કર્યા છે.

આ ફોટોશૂટને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ લવાલ ઉઠાવ્યા છે,અને લખ્યું છે કે, “પટના શહેરના લોકો ડૂબી રહ્યા છે અને  મોડેલ  રીતના ફોટોઝ ક્લીક કરાવી રહી છે, માત્ર ફેમસ થવા માટે કરવામાં આવી રહ્યું છે,એટલા માટે નહી કે પૂરની સ્થિતિ દર્શાવી શકાય”.

 આ ફોટોશૂટ પર સવાલ ઉઠતા ફોટોગ્રાફરે કહ્યું કે, “કોઈને પણ શોખ નથી થતો કે આવી પરિસ્થિતિમાં જઈને ફોટો પડાવે,આ કામ ટલું સરળ નહોતું,દરેકની જુદી-જુદી રીત હોય છે કંઈક દર્શાવા માટેની”

બિહારના પટનામાં પૂરના કારણે અત્યાર સુધી 23 લોકોના મોત થઈ ચૂક્યા છે,રવિવારના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે,પરિસ્થિતિને પહોંચી વળવા માટે પુરતી વ્યવ્સ્થતા કરવામાં આવશે,નીતીશ કુમારે પૂરની સ્થિતિને લઈને વધુંમા કહ્યું હતુ કે, “આ સ્થિતિ કોઈના હાથમાં નથી હોતી,આ આફત કુદરતી છે,મોસમ વિભાગ પણ સવારે કંઈક અલગ કહે છે અને બપોરે કંઈક અલગ”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.