
સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરનાર શખ્સની ધરપકડ, પોલીસ દ્વારા થઈ રહી છે પૂછપરછ
- સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ
- શંકાસ્પદ શખ્સની સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાયત
- પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિની પૂછપરછ

સંસદ ભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કારણે સુરક્ષા અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
જણાવવામાં આવે છે કે બાઈક પર સવાર થઈને ગેટ નંબર એક પરથી આ શખ્સ ઘૂસવાની ફિરાકમાં હતો. આ યુવકનું નામ સાગર ઈન્સાન છે. તે લક્ષ્મીનગરનો વતની છે. પહેલા તેણે સંસદભવનના ગેટ નંબર-1ની બહાર બાઈક ઉભું રાખ્યું હતું. ત્યાં કેટલાક લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. તેના પછી આ વ્યક્તિ ચાકૂ લહેરાવતો ગેટ નંબર-1થી અંદર જવાની કોશિશ કરવા લાગ્યો અને તેની સાથે રામરહીમને લઈને સૂત્રો પણ લગાવી રહ્યો હતો. બાદમાં સંસદની સુરક્ષામાં તેનાત સુરક્ષાકર્મીઓએ તેને ઝડપી પાડ્યો અને પોલીસને હવાલે કર્યો હતો.
Delhi: A person has been detained while he was trying to enter the Parliament allegedly with a knife. He has been taken to Parliament police station. pic.twitter.com/rKforH5i5R
— ANI (@ANI) September 2, 2019
શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સંસદભવન પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.