1. Home
  2. revoinews
  3. નવા લુક અને નવા જોશમાં કમાન્ડો અભિનંદનઃબૉલિવૂડ એક્ટર સેનાના જવાનો પર બનાવશે ફિલ્મ
નવા લુક અને નવા જોશમાં કમાન્ડો અભિનંદનઃબૉલિવૂડ એક્ટર સેનાના જવાનો પર બનાવશે ફિલ્મ

નવા લુક અને નવા જોશમાં કમાન્ડો અભિનંદનઃબૉલિવૂડ એક્ટર સેનાના જવાનો પર બનાવશે ફિલ્મ

0

નવા લુકમાં અભિનંદન

બ્રેક પછી ફરી ઉડાનભરી મિગ-21એ

આ પહેલા અભિનંદનના લુકની લોકોએ કોપી કરી હતી

અભિનંદર ઉપર ફિલ્મ બનાવશે બૉલિવૂડ એક્ટર

વાયુ સેનાના કમાન્ડર અભિનંદને 27 ફેબ્રૂઆરીના રોજ મિગ-21 બાઈસનથી પાકિસ્તાનના એફ-16 વિમાનોનો પીછો કર્યા પછી એક વિમાનને નષ્ટ કર્યુ હતું, આ ઘટના બાદ તેમનું વિમાન એક મિસાઈલનું નિશાન બન્યુ હતુ જેમાં આ વિમાનનો ખાતમો થાય તે પહેલાજ તેમને પાકિસ્તાની સેનાઓ દ્રારા તેમાંથી નિકાળવામાં આવ્યા હતા અને તેઓ પીઓકેમાં ફસાય ગયા.ત્યાર બાદ અભિનંદન પાકિસ્તાન પાસે હતા, પાકિસ્તાની સુરક્ષાદળે તેમને પકડી લીધા હતા,પરંતુ ભારતના દબાવમાં આવીને પાકિસ્તાને અભિનંદનને ભારત પરત મોકલ્યા હતા, અભિનંદન કમાન્ડરનું ભારતના લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ , વીર ચક્ર યુદ્રના સમયે આપવામાં આવતું સર્વોચ્ચવ સમ્માન છે જે 15 ઓગસ્ટના રોજ અભિનંદનને આપવામાં આવ્યું હતુ.તે સમયે પણ લોકોએ દેશભક્તિ બતાવવા અભિનંદનનો લુક અપનાવ્યો હતો ,કેટલાક યુવાઓ એ અભિનંદન જેવી મૂછો રાખી હતી અને અભિનંદનના વખાણ કર્યા હતા.

ત્યારે એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન કરંટે આજે પઠાણકોટ એરબેઝથી મિગ -21 લડાકુ વિમાનની ઉડાન ભરી હતી. આ સમયે અભિનંદન  ફરી એકવાર એક નવા લુક અને નવા જુસ્સા સાથે જોવા મળ્યા હતા.

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં બહાદુરી બતાવીને લોકપ્રિય ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન હાલ આપણા દેશ માટે કોઈ હીરોથી કમ નથી. પાકિસ્તાનની જાળમાંથી બહાર આવીને બહાદુરીનો ચમત્કાર રજૂ કરનાર અભિનંદનને સરકાર તરફથી વીરચક્ર પણ મળ્યું છે, ત્યારે હવે બોલિવૂડે ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે.

વીરોનું નામ આવે તો સ્વાભાવિક વાત  છે કે, તેમાં અભિનંદનના યોગદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયને આ ફિલ્મ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે.

એક ન્યૂઝ પોર્ટલની જો વાત માનવામાં આવે તો, વિવેક ઓબેરોયે બાલાકોટ હડતાલ પર ફિલ્મ બનાવવાની મંજૂરી લીધી છે. આ ફિલ્મનું શૂટિંગ જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને આગ્રામાં કરવામાં આવશે. વર્ષ 2020માં શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. આ હિન્દી, તમિલ, તેલુગુ આમ ફિલ્મ ત્રણ ભાષાઓમાં બનાવવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.