1. Home
  2. revoinews
  3. શાળાના મધ્યાહ્ન ભોજનમાં મીંઠા સાથે રોટલી ખવડાવવાની ઘટનામાં પત્રકાર સામે ફરિયાદ
શાળાના મધ્યાહ્ન ભોજનમાં મીંઠા સાથે રોટલી ખવડાવવાની ઘટનામાં પત્રકાર સામે ફરિયાદ

શાળાના મધ્યાહ્ન ભોજનમાં મીંઠા સાથે રોટલી ખવડાવવાની ઘટનામાં પત્રકાર સામે ફરિયાદ

0

મધ્યાહ્ન ભોજનમાં ગડબડીના મામલામાં પત્રકાર પર કેસ

પત્રકાર સાથે-સાથે ગામના મંત્રી પણ ઝપેટમાં

જાણી જોઈને પત્રકારે વીડિયો બનાવ્યો

શાળાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાથી બનાવ્યો હતો વીડિયો

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની પ્રાથમિક શાળાના બાળકોને મીઠું અને રોટલી ખવડાવવાની ઘટના સામે આવી છે.આ સમગ્ર મામલામાં બે લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બન્ને લાકો પર એવા આરોપ લગાવવામાં  આવ્યા છે કે, પત્રકારે ખોટા ઇરાદાઓ અને ખોટા ઉદ્દેશ્યથી શાળામાં બાળકોનો મધ્યાહ્ન ભોજનનો વીડિયો બનાવ્યો હતો અને ગામના પ્રધાને પણ સમગ્ર વાતમાં તેનો સાથ આપ્યો હતો.

ત્યારે આ બનાવમાં હવે પોલીસે સ્થાનિક પત્રકાર પવન જયસ્વાલ સામે આઈપીસીની કલમ 186,193,120 બી, 420 હેઠળ ષડયંત્ર રચવા, ખોટા સબુતો એકઠા કરવા, વીડિયોને વાયરલ કરવા અને શાળાની ઈમેજને ખરાબ કરવાના આરોપમાં ગુનો નોંધ્યો  છે. શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિડિઓ જાણી જોઈને ખોટા ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તે વાયરલ કરાયો હતો. જ્યારે શાળાના મધ્યાહ્ન ભોજનમાં આ પહેલા ક્યારેય ગડબડ નહોતી થઈ અને આ પ્રકારની ઘટના બની જ નહોતી.

મિર્ઝાપુરના હિનૌતાની પ્રાથમિક શાળામાં બપોરના મધ્યાહ્ન ભોજનમાં શાળાના બાળકો રોટલી સાથે મીંઠુ ખાતા જોવા મળ્યા હતા,આ ઘટનાને જીલ્લા મેજીસ્ટ્રેટે શિક્ષક અને સુપરવાઈઝરની લાપરવાહી ગણાવી હતી,તેમણે જણાવ્યું હતુ કે શાળાના મધ્યાહ્ન ભોજનમાં લાપરવાહીના મામલે તેઓને સસ્પેંડ કરવામાં આવ્યા હતા,તે ઉપરાંત સુપરવાઈઝર પાસે આ ઘટના અંગે જવાબ પણ માંગ્યો હતો,ત્યારે હવે વહીવટતંત્ર દ્વારા આ ઘટના અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.