1. Home
  2. revoinews
  3. અભિનંદન સાથે આજે મિગ-21ની ઉડાન ભરશે ચીફ બીએસ ઘનોઆ
અભિનંદન સાથે આજે મિગ-21ની ઉડાન ભરશે ચીફ બીએસ ઘનોઆ

અભિનંદન સાથે આજે મિગ-21ની ઉડાન ભરશે ચીફ બીએસ ઘનોઆ

0

કમાન્ડો અભિનંદને કોણ નથી ઓળખતું ,પાકિસ્તાનમાં ઘુસીને તેના વિમાનને તોડી પાડનારો માત્ર એક વીર અભિનંદન પાકિસ્તાનને ભારે પડ્યો હતો ત્યારે ફરિ એકવાર વીર કમાન્ડો અભિનંદન મિગ-21ની ઉડાન ભરવા જીઈ રહ્યા છે.

એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન આજે  મિગ -21 ફાઇટર એરક્રાફ્ટની ઉડાન ભરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 27 ફેબ્રુઆરીએ અભિનંદને મિગ -21 થી પાકિસ્તાની વિમાનનો પીછો કર્યો હતો. આ દરમિયાન અભિનંદને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની એફ -16 વિમાનને ઠાર માર્યું હતું. જો કે, આ દરમિયાન તેમનું વિમાન પણ અકસ્માતે પીઓકેમાં પડ્યું હતું.ત્યારે અભિનંદનને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધો હતો. અભિનંદનના ભારત આવ્યા બાદ તેના અનેક તબીબી પરીક્ષણો થયાં. ત્યારે અનેક તપાસ બાદ ફરી થોડા દિવસો પહેલા જ ફરીથી ફાઇટર એરક્રાફ્ટ ઉડવાની પરવાનગી અભિનંદનને મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.