1. Home
  2. revoinews
  3. JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી
JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી

JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી

0

કોલકત્તા પોલીસની સ્પેશિયલ સ્ટાક ફોર્સે આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગલાદેશના એક કાર્યકર્તાને પકડી પાડ્યો છે,મળેલી માહિતી મુજબ પોલીસે મોહમ્મદ અબુલ કશીમને નહર ઈસ્ટ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે,જો કે પોલીસને આ આતંકી પાસેથી કી પમ પ્રકારના ખાનગી ડોક્યૂમેન્ટસ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ મળી નથી.

 આ પહેલા પણ બંગાળના બીરભૂમ જીલ્લાના પારીના રહેવાસી 30 વર્ષીય એઝાજને કોલકત્તા પોલીસના એસટીએફએ મંગળવારના રોજ પકડી પાડ્યો હતો, એજાજે વર્ષ 2008માં આતંકી સંગઠનમાં સામેલ થયા પછી જેએમબીના ભારતના ટોપ કમાન્ડર કૌસરની જગ્યા લીધી હતી, કૌસરની ખગરાગર ધમાકાની ઘટનામાં રાષ્ટ્રી તપાસ એજન્સીએ ઘરપકડ કરી હતી.

જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગલાદેશના ચીફ એજાજ અહમદ ભારતમાં ઉત્તર બંગાલને આ સંગઠનનું ગઢ બનાવવાના ફીરાકમાં હતો,જો કે તેને કલકત્તા પોલીસે પકડી પાડ્યો હતો અને તેના મનસુબા નાકામ કર્યો હતા.

તપાસ દરમિયાન ખબર પડી હતી કે,છેલ્લા ક વર્ષમાં તેણે ધણી વખત ઉત્તર બંગાળની મુલાકાત લીધી હતી, એજાઝને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન દ્વારા ભારતનો  ‘અમીર’ એટલે કે ચીફ બનાવ્યો હતો. એજાઝ મુર્શિદાબાદ જિલ્લામાં ધુલિયા મોડ્યુલને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યો હતો.

ઝડપાયેલા એજાઝે તપાસકર્તાઓને ઉત્તર દિનાઝપુર જિલ્લામાં પણ બીજું એક નવું મોડ્યુલ બનાવવાની તેમની યોજના વિશે જણાવ્યું હતું. આ માટે ભરતી કરવાનું કાર્ય પણ શરૂ કરાયું હતું. ઓજાઝ પશ્ચિમ બંગાળમાં આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિઓનો હવાલો લેવા માટે યોગ્ય વ્યક્તિની શોધમાં પણ હતો.જો કે સધન તપાસ દરમિયાન તે પોલીસના હાથે ઝડપાઈ જતા તેના દરેક નાપાક ઈરાદાઓ પc પાણી ફળી વળ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.