1. Home
  2. revoinews
  3. પેટ્રોલથી પણ મોંઘા ટમેટા : 80 રૂપિયાને પાર પહોંચી કિંમત
પેટ્રોલથી પણ મોંઘા ટમેટા : 80 રૂપિયાને પાર પહોંચી કિંમત

પેટ્રોલથી પણ મોંઘા ટમેટા : 80 રૂપિયાને પાર પહોંચી કિંમત

0
  • દેશની રાજધાની દિલ્હીમાં હવે ડુંગળી બાદ ટમેટાની કિંમતો આસમાને
  • પેટ્રોલની કિંમત કરતા પણ વધુ ભાવે વેંચાઇ રહી છે ડુંગળી
  • ભારે વરસાદને કારણે ટમેટાનો પાક થયો ખરાબ

ડુંગળી બાદ હવે ટમેટાની કિંમતો પણ સાતમાં આસમાને પહોંચી છે. ગત એક સપ્તાહમાં 30થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટમેટાની કિંમત હવે 80 રૂપિયાને આંબી ગઇ છે. જ્યારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ઘટીને 74.04 રૂપિયા થયો છે. ગત 10 દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં ટમેટાના ભાવ દોઢ ગણા વધ્યા છે. દિલ્હીમાં મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ હિમાચલ પ્રદેશની ટમેટા આવે છે. કારોબારીઓએ જણાવ્યું હતું કે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે પાક ખરાબ થઇ ચૂક્યો છે જેને કારણે ટમેટાની આવક પણ ઘટી છે.

શાકભાજી અને ફળોની કિંમતો આસમાને – દિલ્હી, નોઇડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં ડુંગળીની કિંમતો 60-80 રૂપિયા બોલાઇ રહી છે. જ્યારે ટમેટા 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેંચાઇ રહ્યા છે.

ઉપરાંત, કોબી 80-100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેંચાઇ રહી છે. દૂધીની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જ્યારે કેળાની કિંમત પણ 50 રૂપિયા ડઝન છે. સફરજનની કિંમત પણ 90-150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

શુક્રવારે દિલ્હીમાં ટમેટાના જથ્થાબંધ ભાવ 12-46 રૂપિયા પ્રતિ કિલો હતા અને આવક 556 ટન હતી.

શા માટે ટમેટા મોંઘા –

કારોબારીઓ અનુસાર ચોમાસાની ઋતુને કારણે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં આવેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. દિલ્હીની આઝાદપુર મંડીના કારોબારીઓ અનુસાર ટમેટા જલ્દી ખરાબ થાય છે. વરસાદને કારણે પણ વધુ નુકસાન થયું છે. આઝાદપુર મંડીમાં શુક્રવારે ટમેટાનો જથ્થાબંધ ભાવ 700-1000 રૂપિયા પ્રતિ પેકેટ હતો. જ્યારે બીજી તરફ સરકાર ડુંગળીની કિંમતોને પણ ઘટાડવા માટે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.