1. Home
  2. revoinews
  3. રૉબર્ટ વાડ્રાને અદાલતે આપી રાહત, વિદેશ જવાની મંજૂરી મળી
રૉબર્ટ વાડ્રાને અદાલતે આપી રાહત, વિદેશ જવાની મંજૂરી મળી

રૉબર્ટ વાડ્રાને અદાલતે આપી રાહત, વિદેશ જવાની મંજૂરી મળી

0

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રૉબર્ટ વાડ્રાને દિલ્હીની વિશેષ અદાલતે વિદેશ જવાની મંજૂરી આપી છે. મની લોન્ડરિંગ કેસમાં તેઓને પહેલાથી જ આગોતરા જામીન મળી ચૂક્યા છે.

વાડ્રા કારોબારી ઉદ્દેશ્ય માટે વિદેશ જવા માંગતા હતા જેની અદાલતે મંજૂરી આપી છે. વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે વાડ્રાને 21 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર વચ્ચ સ્પેન જવાની છૂટ આપી છે. તેઓ મની લોન્ડરિંગના કેસ હેઠળ તપાસનો સામનો કરી રહ્યા છે.

ગુરુવારે અદાલતે વાડ્રાની અરજી પર શુક્રવાર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તેની અરજીનો ઇડીએ વિરોધ કર્યો હતો. વાડ્રા સામે લંડનમાં 19 લાખ પાઉન્ડની સંપત્તિની ખરીદીથી જોડાયેલા મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો છે.

અગાઉ અદાલતે જૂન મહિનામાં વાડ્રાને સ્વાસ્થ્યના કારણોસર છ સપ્તાહ માટે અમેરિકા અને નેધરલેન્ડ જવાની અનુમતિ આપી હતી જો કે બ્રિટન જવાની મંજૂરી નહોતી આપી. ઇડીએ આશંકા વ્યક્ત કરી હતી કે જો વાડ્રાને બ્રિટન મોકલાશે તો તે પુરાવા નષ્ટ કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.