
સેન્સેક્સ કારોબારના અંતે 1921 પૉઇન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી પણ 11 હજારને પાર
GST કાઉન્સિલની બેઠક પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટેક્સમાં છૂટ આપવાનું એલાન કરતા જ શેરબજારમાં તેજીનો સળવળાટ જોવા મળ્યો હતો. કારોબાર દરમિયાન 2200 પૉઇન્ટના ઉછાળા બાદ અંતે સેન્સેક્સ 1921.15 પૉઇન્ટના વધારા સાથે 38,014.62 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ અંતે 569.40 ના વધારા સાથે 11,274.20ની સપાટીએ બંધ રહ્યો હતો.
Sensex crosses the 2000 mark, currently at 38,100.62 pic.twitter.com/qOBkMTcpHH
— ANI (@ANI) September 20, 2019
જણાવી દઇએ કે અર્થતંત્રમાં મંદીની વચ્ચે શુક્રવારે ગોવામાં વસ્તુ તેમજ સેવા કર કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં બિસ્કિટ, માચિસ અને હોટલ ઇન્ડસ્ટ્રીને રાહત મળી શકે છે. જો કે ઑટો સેક્ટરને રાહત મળે તેવા કોઇ એંધાણ નથી.