1. Home
  2. revoinews
  3. દેશમાં ઑગસ્ટ માસમાં મોંઘવારીમાં રાહત, જથ્થાબંધ ફુગાવાનો દર 1.08 ટકા પર યથાવત
દેશમાં ઑગસ્ટ માસમાં મોંઘવારીમાં રાહત, જથ્થાબંધ ફુગાવાનો દર 1.08 ટકા પર યથાવત

દેશમાં ઑગસ્ટ માસમાં મોંઘવારીમાં રાહત, જથ્થાબંધ ફુગાવાનો દર 1.08 ટકા પર યથાવત

0

ઑગસ્ટ માસમાં જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી અંદાજે 25 મહિનાના નીચલા સ્તરે એટલે કે 1.08 ટકાના સ્તરે જોવા મળી છે. જુલાઇની સરખામણીએ તેમાં કોઇ પરિવર્તન જોવા નથી મળ્યું. એક વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન અર્થાત 2018માં જથ્થાબંધ ફુગાવાનો દર 4.62 ટકા હતો. તે પહેલા રિટેલ ફુગાવાના દરમાં વધારો થયો હતો.

ખાદ્યપદાર્થોના સમૂહના સૂચકાંકમાં 1.4 ટકાનો વધારો થયો છે. મસાલા, જુવાર તેમજ અન્ય અનાજની કિંમતોમાં 4 ટકા, ફળફળાદી અને શાકભાજી તેમજ માંસની કિંમતોમાં 3 ટકા, માછલી, ઘઉં, મકાઇ, બીફ જેવા ચીજવસ્તુઓની કિંમતોમાં 2 ટકા તથા દૂધ, રાજમા, ધાન્ય, મટનની કિંમતોમાં 1 ટકાનો વધારો થયો છે. ઇંડાની કિંમતમાં 7 ટકા, ચ્હાની કિંમતમાં 2 ટકા તેમજ ચિકનની કિંમતોમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જુલાઇ માસમાં જથ્થાબંધ ફુગાવાનો દર 1.08 ટકા પર જ હતો. જુલાઇમાં ઇંધણ-વીજળીનો જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થયો હતો. તેના પહેલા પણ જૂન માસમાં જથ્થાબંધ ફુગાવાનો દર 2.02 ટકા હતો. જુલાઇ 2018માં આ આંકડો 5.27 ટકા હતો.

રિટેલ ફુગાવો પણ વધ્યો
ઑગસ્ટ માસમાં રિટેલ ફુગાવાનો દર વધીને 3.21 ટકા થયો છે, જે 10 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. ગત વર્ષે ઑગસ્ટમાં રિટેલ ફુગાવા દર 3.69 ટકા હતો. ગત મહિનાના રિટેલ ફુગાવા દર સાથે સરખામણી કરીએ તો પણ મોંઘવારીમાં વધારો થયો છે. જુલાઇમાં રિટેલ ફુગાવા દર 3.15 ટકા હતો. જો કે મોંઘવારી દરનો આકંડો આરબીઆઇ દ્વારા નિર્ધારિત કરાયેલા 4 ટકા લક્ષ્યની અંદર જ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.