1. Home
  2. revoinews
  3. PMC બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર, હવે 10 હજાર રૂપિયા ઉપાડી શકશે
PMC બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર, હવે 10 હજાર રૂપિયા ઉપાડી શકશે

PMC બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર, હવે 10 હજાર રૂપિયા ઉપાડી શકશે

0
  • PMC બેંકના ગ્રાહક હવે 10000 રૂપિયા ઉપાડી શકશે
  • પહેલા માત્ર 1000ની રકમ ઉપાડવાની લિમિટ હતી

જો તમે પણ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બેંકના ગ્રાહક હો તો તમારા માટે એક રાહતના સમાચાર છે. હકીકતમાં, આરબીઆઇએ પીએમસી બેંકના ગ્રાહકો માટે ખાતામાંથી રોકડ ઉપાડવાની લિમિટ વધારી છે. હવે પીએમસી બેંકના ગ્રાહકો દૈનિક 10 હજાર રૂપિયાની રોકડ ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા માત્ર 1000 રૂપિયા હતી. જણાવી દઇએ કે મંગળવારે આરબીઆઇએ બેંક પર આગામી છ મહિના માટે અનેક પ્રતિબંધો લગાવ્યા છે. RBI એ બેન્કિગ રેગ્યુલેશન એક્ટ,1949 હેઠળ આ કાર્યવાહી કરી છે.

પીએમસી બેંક પર આરબીઆઇના નિર્ણયને કારણે ગ્રાહકોની પરેશાની વધી છે. આ જ કારણોસર બેંકના ગ્રાહકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગ્રાહકોએ તો પોલિસમાં સામૂહિક ફરીયાદ પણ નોંધાવી છે. હકીકતમાં, RBIના પ્રતિબંધ બાદ હવે ગ્રાહકો આ બેંકમાં નવુ એફડી એકાઉન્ટ નહીં ખોલાવી શકે, તે ઉપરાંત નવી લોન પર પણ પાબંધીઓ લાગુ કરાઇ છે. આરબીઆઇની આ પાબંધી આગામી 6 મહિના સુધી લાગુ રહેશે.

હકીકતમાં, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બેંક પર આરોપ છે કે તેમણે નૉન પરફૉર્મિંગ એસેટ અર્થાત એનપીએ વિશે RBIને ગુમરાહ કરી છે. આ બેંકના સસ્પેન્ડેડ એમડી થૉમસે પણ ભૂલ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે HDIL ના ખાતામાં એનપીએ ઓછી કરીને દર્શાવવાથી આ સમસ્યાનું નિર્માણ થયું છે. જો કે તેમણે તે બાબતનો ઉલ્લેખ ના કર્યો કે HDIL પર બેંકની કેટલી લોન બાકી છે. તેમણે કહ્યું કે આ દેવુ સંપૂર્ણપણે સુરક્ષિત અને ગેરંટી ધરાવતું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.