
RBIની મૉનેટરી પૉલિસીની આજે બેઠક, વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા
- આજે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની મૉનિટરી પૉલિસીની બેઠક
- વ્યાજદરોમાં 0.25 ટકાનો કાપ મૂકે તેવી સંભાવના
- આ વર્ષે RBI દ્વારા ચાર વખત વ્યાજદરોમાં કાપ મૂકાયો
આજે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની મૉનિટરી પૉલિસી પર બજારનું ફોકસ રહેશે. આરબીઆઇ વ્યાજદર પર કાપ મુકશે કે કેમ તે અંગે એક પોલ હાથ ધરાયો હતો. તે અનુસાર RBI વ્યાજદર પર કાપ મુકે તેવી શક્યતા છે. અર્થાત સતત 5મી વાર RBI રેટ કટ કરે તેવી સંભાવના છે.
આરબીઆઇ પૉલિસીમાં આજે GDP ગ્રોથના અનુમાનને લઇને પણ ચર્ચા થઇ રહી છે. 60 ટકા નિષ્ણાતો માની રહ્યા છે કે ગ્રોથ રેટનું અનુમાન 6.9 ટકાથી ઘટીને 6.3 થી 6.5 ટકાની વચ્ચે થઇ શકે છે. પરંતુ દરેક જાણકાર એકમત છે કે આરબીઆઇ બીજા છ માસ માટે રિટેલ મોંઘવારી દરના અનુમાનમાં કોઇ ફેરફાર નહીં કરે.
નોંધનીય છે કે આ વર્ષે RBI સતત ચાર વારમાં રેપો રેટમાં 1.10 ટકાનો કાપ મૂકી ચુકી છે. ઑગસ્ટ માસમાં રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરીને તેને 5.40 ટકા કરાયો હતો. મહત્વનું છે કે MPCની બેઠક ત્યારે થઇ રહી છે જ્યારે રિઝર્વ બેંકોને 1 ઑક્ટોબરથી તેની દરેક લોનને બાહ્ય માનક મસલન રેપો દરથી જોડવા માટે કહ્યું છે. તેનાતી રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં કાપનો વધુમાં વધુ ફાયદો ઉપભોક્તાઓને થશે.