1. Home
  2. revoinews
  3. દેશની આર્થિક મંદીથી ઇ-કૉમર્સ માર્કેટ બેઅસર, વર્ષ 2028માં 230 અબજ ડૉલરના કારોબારને આંબશે
દેશની આર્થિક મંદીથી ઇ-કૉમર્સ માર્કેટ બેઅસર, વર્ષ 2028માં 230 અબજ ડૉલરના કારોબારને આંબશે

દેશની આર્થિક મંદીથી ઇ-કૉમર્સ માર્કેટ બેઅસર, વર્ષ 2028માં 230 અબજ ડૉલરના કારોબારને આંબશે

0
  • ઑફલાઇન સેક્ટરની સરખામણીએ તેજીથી વધતું ઑનલાઇન માર્કેટ
  • લોકોમાં ઑનલાઇન શોપિંગનો વધતો ટ્રેન્ડ
  • 10 વર્ષમાં 40-50 કરોડ દુકાનદારો ઑનલાઇન હશે

સમગ્ર દેશમાં આર્થિક મંદીએ કહેર મચાવ્યો છે અને તેને કારણે સ્માર્ટફોન, ટીવી, કમ્પ્યૂટર સહિત તમામ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના વેચાણમાં ઘટાડો થયો છે. જો કે આ વચ્ચે ઑનલાઇન માર્કેટથી રાહતની ખબર મળી રહી છે. ભારતીય ઇ-કૉમર્સ બજાર આગામી એક દાયકામાં 230 અબજ ડૉલરે પહોંચે તેવી સંભાવના છે. કારણ કે આ સેક્ટર ઑફલાઇન છૂટક બજારની તુલનામાં તેજીથી વધી રહ્યું છે.

હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળતો મંદીનો માર ઇલેક્ટ્રોનિક્સ બજારને પણ પડ્યો છે. દેશભરમાં મોબાઇલ-ટીવી સહિતના અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની દુકાનો તેમજ શોરૂમમાં વેચાણ અડધોઅડધ ઘટી ગયું છે.

ઑનલાઇન શૉપિંગનો ટ્રેન્ડ
ઇ-કૉમર્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને ચેનલપ્લેના રિપોર્ટ અનુસાર ભારતીય ઇકોમર્સ બજાર ઑફલાઇન છૂટક બજાર કરતાં તેજીથી વધી રહ્યું છે અને આ જ કારણોસર 2028 સુધી આ માર્કેટ 230 અબજ ડૉલરને આંબે તેવી શક્યતા છે. દેશમાં ઓછા ડેટા ટેરિફ, વ્યાજબી દરે ઉપલબ્ધ સ્માર્ટફોન અને તેજીથી વધતા ઇન્ટરનેટના ઉપયોગને કારણે ઑનલાઇન માર્કેટ ફૂલ્યુંફાલ્યું છે.

રિપોર્ટ અનુસાર, આગામી 10 વર્ષમાં 40-50 કરોડ દુકાનદારો ઑનલાઇન લિસ્ટિંગ કરાવે તેવી આશા વ્યક્ત કરાઇ છે અને ત્યારબાદ તેઓ અંદાજે 10 કરોડ ઑનલાઇન દુકાનદારોમાં સામેલ થઇ જશે.

તે ઉપરાંત ભારતના ઇ-કોમર્સ બજારનો વ્યાપ મેટ્રો શહેરો ઉપરાંત ગામડાંઓમાં પણ વધી રહ્યો છે. હવે ખૂબ તેજીથી ટાયર-2,3ના શહેરોના લાખો ખરીદદારો ઑનલાઇન માર્કેટ તરફ વળ્યા છે.

બીજી તરફ ઑનલાઇન માર્કેટમાં મંદીની અસરને નકારતી દિગ્ગજ કંપની અમેઝોન ઇન્ડિયાના એક અધિકારીએ ભારતમાં કંપનીના કારોબારમાં વૃદ્વિનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.