
ખરાબ સમાચાર! ઑગસ્ટમાં કોર સેક્ટરના ગ્રોથ રેટમાં 0.5 ટકાનો ઘટાડો
- જુલાઇમાં આઠ કોર સેક્ટરનો ગ્રોથ 2.1 ટકા
- જૂનમાં આઠ પ્રમુખ ઉદ્યોગોનો ગ્રોથ 0.2 ટકા
- ઑગસ્ટ 2018માં કોર સેક્ટરનો ગ્રોથ 4.7 ટકા હતો
આર્થિક મોરચે પહેલાથી જ પરેશાનીઓનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર કોર સેક્ટરની 8 પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝનો ઇન્ડેક્સ 128.2 રહ્યો છે. ગત વર્ષના આંકડાઓની સરખામણીએ તેમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2019-20 ના એપ્રિલ-ઑગસ્ટ મહિના દરમિયાન તે 2.4 ટકા રહ્યો હતો.
Government of India: The combined Index of 8 Core Industries stood at 128.2 in August, 2019, which declined by 0.5 per cent as compared to the index of August, 2018. Its cumulative growth during April to August, 2019-20 was 2.4 per cent. pic.twitter.com/2NSQYfRQCn
— ANI (@ANI) September 30, 2019
ગત વર્ષે ઑગસ્ટ માસમાં 4.7 ટકા રહ્યો હતો
કોર સેક્ટરની આ 8 ઇન્ડસ્ટ્રીઝમાં કોલ, ક્રૂડ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ઉર્વરક, સ્ટીલ, સીમેન્ટ અને ઇલેક્ટ્રિક સેક્ટર શામેલ છે. ગત વર્ષે ઑગસ્ટ માસમાં તે 4.7 ટકા નોંધાયું હતું.
ઑગસ્ટ મહિના માટે કોલ, ક્રૂડ, કુદરતી ગેસ, સીમેન્ટ અને ઇલેક્ટ્રિસિટીમાં ક્રમશ: 8.6 ટકા, 5.4 ટકા, 3.9 ટકા, 4.9 ટકા અને 2.9 ટકાનો નકારાત્મક ગ્રોથ રેટ નોંધાયો હતો. જો કે ખાતર અને સ્ટીલ પ્રોડક્શન સેક્ટરમાં અનુક્રમે 2.9 ટકા તેમજ 5 ટકાનો ગ્રોથ રેટ નોંધાયો છે.