1. Home
  2. revoinews
  3. જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણને લઇને મોદી સરકાર વિરુદ્વ PSU કર્મચારીઓ કરશે રેલી
જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણને લઇને મોદી સરકાર વિરુદ્વ PSU કર્મચારીઓ કરશે રેલી

જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણને લઇને મોદી સરકાર વિરુદ્વ PSU કર્મચારીઓ કરશે રેલી

0

કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોમાં પોતાની ભાગીદારી ઓછી કરવાના સરકારના નિર્ણયનો કેન્દ્રીય ટ્રેડ યુનિયનો વિરોધ કરી રહ્યા છે અને રોષ પણ ઠાલવી રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બેજટમાં આ વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારની આ યોજના પર સેન્ટ્રલ ટ્રેડ યુનિયન જેવા કે, AITUC,INTUC, LPF, SEWA તેમજ HMS એ વાણિજ્ય મંત્રાલયના સ્ટેડ ટ્રેડિંગ કૉર્પોરેશન, પ્રોજેક્ટ તેમજ પરિયોજનાઓ અને ઉપકરણ નિગમને બંધ કરવાના પ્રસ્તાવોનો વિરોધ કરવાની ધમકી આપી છે.

સીપીએમ પોલિત બ્યરોના સદસ્ય તાપન સેને કહ્યું હતું કે અમે મોદી સરકારની દરેક નાણાકીય યોજનાઓનો 30 સપ્ટેમ્બરના રોજ મહારેલી દરમિયાન વિરોધ કરીશું. તેમાં એમસટીસી અને પીઇટીના વેચાણના મુદ્દાને પણ શામેલ કરાયા છે. આ વચ્ચે પશુ વ્યાપાર ટ્રેડ યૂનિયનના એક લીડરે કહ્યું હતું કે સરકારનું આ પગલુ સ્પષ્ટ રીતે રાષ્ટ્ર હિતની વિરુદ્વમાં છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 1956માં ટ્રેડ યૂનિયન કૉર્પોરેશનનું ગઠન કર્યું હતું. પીએસયૂ મુખ્ય રીતે પૂર્વીય યૂરોપિયન દેશો સાથે વ્યાપારમાં સામેલ હતું જે તત્કાલીન સોવિયત સંઘના નેતૃત્વ વાળા કમ્યુનિસ્ટ બ્લૉકનું હિસ્સો હતું. ત્યારબાદ એસટીસી મોટા પાયે રસાયણ, દવાઓ, જથ્થાબંધ વસ્તુઓ જેમ કે ખાદ્ય તેલ, ખાંડ, ઘઉં અને યૂરિયાની આયાત-નિકાસમાં સામેલ થયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.