
માત્ર આ એક ખબરથી Yes બેંકના શેરધારકોએ 2700 કરોડ રૂપિયાની કમાણી કરી
પ્રાઇવેટ સેક્ટરની યસ બેંક વર્તમાન સમયમાં સમાચારમાં છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસથી યસ બેંકના શેરમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ ગુરુવારે અચાનક શેરની કિંમતમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ગુરુવારે કારોબાર દરમિયાન અચાનક યસ બેંકના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારના અંતે યસ બેંકનો શેર 33 ટકાના વધારા સાથે 42.55 રૂપિયા પર બંધ થયો હતો. શેરમાં જોવા મળેલી તેજીને કારણે રોકાણકારોએ 2700 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
અચાનક શેરમાં તેજીનું કારણ
હકીકતમાં, સંકટમાંથી પસાર થઇ રહેલી યસ બેંકને દિવંગત અશોક કપૂરના પરિવારનું સમર્થન મળ્યું છે. યસ બેંકને મળેલુ અશોક કપૂરના પરિવારનું સમર્થન ખૂબજ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, અશોક કપૂર યસ બેંકના પ્રમોટર હતા. પરંતુ 26 નવેમ્બર 2008 માં મુંબઇ આતંકી હુમલામાં તેનું મોત થયું હતું. ત્યારબાદ અશોકની પત્ની મધુ કપૂરે તેની પુત્રીને બેંકના બોર્ડમાં શામેલ કરવાની માંગ કરી હતી. પરંતુ મધુ કપૂરની આ માંગને યસ બેંકના સ્થાપક રાણા કપૂરે ફગાવી હતી. ત્યારબાદ આ વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો.