Site icon Revoi.in

ભારતીય ચૂંટણી પંચથી પ્રભાવિત થયા ઓસ્ટ્રેલિયન રાજદૂત, ઈવીએમના પણ કર્યા વખાણ

Social Share

નવી દિલ્હી: ભારતમાં ચૂંટણી દરમિયાન ઈવીએમ પર સવાલ ઉઠાવવો ભલે સામાન્ય થઈ ગયો હોય, પરંતુ તે વચ્ચે ભારતમાં કાર્યરત ઓસ્ટ્રિલયન રાજદૂત હરિન્દર સિદ્ધૂએ ભારતીય ચૂંટણી પંચની સાથે ઈવીએમના પણ વખાણ કર્યા છે. હરિન્દર સિદ્ધૂએ દાવો કર્યો છે કે ઈવીએમની જેમ બેલેટ પેપરથી ચૂંટણી થવા પર તેની પણ પ્રામાણિકતા પર પણ સવાલ ઉઠાવાઈ શકાય છે.

ભારતીય ચૂંટણી પંચના વખાણ કરતા ઓસ્ટ્રેલિયન રાજદૂતે કહ્યુ છે કે આ ઘણું પ્રેરણાદાયક છે. તમે આટલા બધાં લોકોના વોટ નાખવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકો છો? આનો માત્ર એક જ જવાબ છે સુવ્યવસ્થિત ચૂંટણી પંચ અને તેના અધિકારી. આ ઘણી સારી અને વ્યવસ્થિત સિસ્ટમ છે.

તેના પછી હરિન્દર સિદ્ધૂએ ઈવીએમ મશીનો અને વીવીપેટ સિસ્ટમના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે ઈવીએમ મશીનોએ મને ઘણો પ્રભાવિત કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં આ નથી. મને લાગે છે કે પેપર બેલેટ એટલે કે જે સિસ્ટમ ઓસ્ટ્રેલિયામાં વપરાય છે, સવાલ તો તેની પ્રામાણિકતા પર પણ ઉઠી શકે છે. તેમણે આગળ વીવીપેટ સિસ્ટમને પણ સારી ગણાવી છે.