
આ વીડિયો જોઈને ભાવુક થયા આનંદ મહિન્દ્રા અને કહ્યું ,”આ પ્રકારના દ્રશ્યો મને આશાવાદ જાળવવામાં મદદ કરે છે.”
જાણીતા બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહે છે,તેમણે એક રશિયન બાળકી વૈસિલીના નૉટઝેનનો વીડિયા શૅર કર્યો છે,જે બાળકીના જન્મ સાથે જ હાથ અને પગ નથી તે છતા પણ તે કોઈ પણ સહારા વગર પોતાના પગ વડે જમે છે.આ વીડિયોને લોકે ખુબજ પસંદ કર્યો છે, વીડિયો જોતા આનંદ મહીન્દ્રા પોતે ભાવુક થઈ ગયા હતા,વીડિયોમાં જોવા મળે છે કે, માત્ર 2 વર્ષની બાળકી પગથી ચમચી પકડીને જમી રહી છે.
આનંદ મહિનદ્રાએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, હાલમમાં મે મારા પોત્રને જોયો,તેયાર બાદ મે મારી આ વ્હોટ્સઅપ પોસ્ટને જોઈ,તે જોઈને મે મારા આસું રોકી શક્યો નહી,જીવનમાં જે પણ કંઈક ખામીઓ છે,પડકાર છે,તે એક ભેટ છે,તેનો લાભ ઉઠાવવો તે આપણા પર નિર્ભર કરે છે,આ પ્રકારના ફોટોઝ અને વીડિયો મારામાં આશાવાદને જીવીત રાખવામાં મદદ કરે છે.
Been seeing my grandson recently, which is why I couldn’t restrain the tears when I saw this whatsapp post. Life, whatever its imperfections & challenges, is a gift; it’s up to us to make the most of it. Images like this help me retain my unfailing optimism pic.twitter.com/AXRYAqsuG0
— anand mahindra (@anandmahindra) September 21, 2019
આ વીડિયોને આનંદ મહિન્દ્રાએ 21 સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર શેર કર્યો હતો,ત્યારે હાલ આ વીડિયો જોનારાની સંખ્યા 5 લાખ જેટલી થીઈ છે,કોમેન્ટમાં ઘણા લોકોએ બાળકીની પ્રસંસા પણ કરી છે,અને તેને આશિર્વાદ પણ આપ્યા છે, એક સમાચાર પત્રએ રજુ કરેલા રિપોર્ટ મુજબ વૈસિલીનાને મૉસ્કોના અનાથગૃહમાં કોઈ મુકી ગયુ હતું,ત્યારે તે માત્ર 12 મહિનાની જ હતી,ત્યારે નૉટઝેન પરિવાર દ્વારા તેને દત્તક લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ફની,એંટરટેનિંગ અને કોઈ ખાસ વીડિયોને જ શૅર કરે છે,તેમના પાસે વ્હોટ્સએપ પર જે વીડિયો આવે છે તેઓ તેને ટ્વિટર પર શેર કરે છે અને તેમના મંતવ્યો વ્યક્ત કરે છે. એક અઠવાડિયા પહેલા તેમણે પૂણેમાં ગણેશ વિસર્જન દરમિયાન હોલીવુડના ડ્રમવાદકનો ડ્રમ વગાડવાનો એક વીડિયો પણ શેર કર્યો હતો.