Site icon Revoi.in

બાલાકોટ એરસ્ટ્રાઈકમાં વપરાયેલા સ્પાઈસ 2000 બોમ્બ ફરીથી ઈઝરાયલ પાસેથી ભારત ખરીદશે

Social Share

નવી દિલ્હી: પુલવામા ટેરર એટેકના જવાબમાં ભારત તરફથી 26મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઈકમાં જે સ્પાઈસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે એડવાન્સ બોમ્બને ભારતીય વાયુસેના ઈઝરાયલ પાસેથી ખરીદવા જઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય વાયુસેના પોતાના હથિયારોને વધુ એડવાન્સ કરવાના ઉદેશ્યથી ઈઝરાયલ પાસેથી સ્પાઈસ-2000 બોમ્બની ખરીદી કરી રહી છે. આ બોમ્બને કોઈપણ ઈમારતને તબાહ કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે. આ બોમ્બનું જૂનું વર્ઝન પહેલા કોઈપણ ઈમારતને ભેદવામાં અને પછી ઈમારતની અંદર વિસ્ફોટ કરવામાં સક્ષમ હતું.

સ્પાઈસ 2000નો ઉપયોગ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં છૂપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને નિશાન બનાવવા માટે કર્યો હતો.

સ્પાઈસ બોમ્બે આતંકવાદીઓના ઠેકાણાને નષ્ટ કરવા માટે ત્યાં પહેલા મોટો હોલ બનાવ્યો, પછી અંદર વિસ્ફોટ કર્યો હતો.

ભારતીય વાયુસેના સુખોઈ-30 ફાઈટર જેટ્સને પણ પોતાના બેડામાં સામેલ કરવા ચાહે છે. તેના કારણે વાયુસેનાની ક્ષમતામાં વધારો થશે અને દુશ્મન સાથે હવાઈ યુદ્ધમાં જોરદાર ઢંગથી મુકાબલો કરી શકાય.

સ્પાઈસ અંગ્રેજીના SPICE શબ્દ Smart, Precise Impact, Cost-Effectiveથી બનેલો છે અને તેને ઈઝરયાલે વિકસિત કર્યો છે. સ્પાઈસ બોમ્બ ત્રણ પ્રકારના છે- સ્પાઈસ 1000, સ્પાઈસ 2000 અને સ્પાઈસ 250. સ્પાઈસ 2000નું વજન 900 કિલોગ્રામ હોય છે. જેમાં આગળના ભાગમાં એમકે-8, બીએલયુ-109 અને આરએપી-2000 સહીત ઘણાં પ્રકારના બોમ્બ લાગેલા હોય છે.