Site icon Revoi.in

1984ના હુલ્લડો પર નિવેદન બાદ સેમ પિત્રોડાનું ડેમેજ કંટ્રોલ, સ્પષ્ટીકરણ સાથે સુવર્ણ મંદિરમાં પોતાની તસવીરો કરી ટ્વિટ

Social Share

નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીજ કોંગ્રેસ અધ્યક્ષ સેમ પિત્રોડા 1984ના શીખ વિરોધી હુલ્લડો પર આપવામાં આવેલા નિવેદન પર વિવાદ બાદ ડેમેજ કંટ્રોલમાં લાગેલા છે. પંજાબ અને દિલ્હીમાં વોટિંગ પહેલા તેમનું નિવેદન કોંગ્રેસ પર ભારે પડે તેવી સંભાવના હતી. જેને કારણે તેમણે ડેમેજ કંટ્રોલ હેઠળ શુક્રવારે પોતાની સુવર્ણ મંદિરની યાત્રાની તસવીરોને ટ્વિટ કરી છે. પિત્રોડાએ પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા કહ્યુ છે કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરાઈ રહ્યું છે.

વિવાદીત નિવેદનના એક દિવસ બાદ સેમ પિત્રોડાએ સુવર્ણ મંદિરમાં આઠમી મેના રોજ માથું ટેકવતી પોતાની તસવીરને ટ્વિટ કરી છે. સુવર્ણ મંદિરમાં લેવામાં આવેલી પોતાની અન્ય બે તસવીરોને ટ્વિટ કરતા સુવર્ણ મંદિરની યાત્રા જીવનપર્યંત યાદ રહેનારી દિવ્યાનુભૂતિ છે અને આ મહાન ધર્મના ઈતિહાસ સંદર્ભે જાણકારી આપે છે.

https://twitter.com/sampitroda/status/1126703083004628992

પિત્રોડાએ શુક્રવારે 1984ના શીખ વિરોધી હુલ્લડોને લઈને આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે તેમના નિવેદનને તોડવા-મરોડવામાં આવ્યું છે. પિત્રોડાએ ટ્વિટ કર્યું છે કે સત્યને તોડવા-મરોડવામાં આવી રહ્યું છે, સોશયલ મીડિયા દ્વારા જૂઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે અને લક્ષિત લોકોને વ્યવસ્થિત રીતે ડરાવાય રહ્યા છે. જો કે સત્યની હંમેશા જીત થશે અને જૂઠ્ઠાણાંનો પર્દાફાશ થશે. આ બસ સમયની વાત છે, ધીરજ રાખો.

બાદમાં ટ્વિટ કરીને પિત્રોડાએ ભૂતપૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે 12મી મે અને 19મી મેએ જે લોકો વોટ આપવા જઈ ર્હયા છે, તેમને હું યાદ અપાવા માંગુ છું કે તમે જે ફોન અને કોમ્પ્યુટરોનો ઉપયોગ કરો છો, તે પીએમ રાજીવ ગાંધી દ્વારા 1980માં દર્શાવવામાં આવેલી રાજકીય ઈચ્છાશક્તિ, નીતિઓ, નેતૃત્વ, સમજદારી અને ભારતને જોડવા માટેનો પાયો અને પ્લેટફોર્મ વિકસિત કરવા માટે જરૂરી ફંડિંગને કારણે છે.

પીએમ મોદીએ દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર શીખ વિરોધી રમખાણોને લઈને નિશાન સાધ્યા બાદ સેમ પિત્રોડાએ ગુરુવારે વડાપ્રધાનની ટીકા કરી હતી. તે વખતે એક સવાલના જવાબમાં પીએમ મોદી પર ટીપ્પણી કરતા પિત્રોડાએ કહ્યુ હતુ કે હવે શું છે 84નું ? તમે પાંચ વર્ષમાં શું કર્યું તેની વાત કરો. 84માં જે થયું તે થયું, તમે શું કર્યું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પિત્રોડાના નિવેદનની ટીકા કરતા તેમનો એક વીડોય પણ ટ્વિટ કર્યો હતો.

84ના શીખ વિરોધી રમખાણોને લઈને નિવેદન પર ભાજપ અને શિરોમણિ અકાલી દળે આકરી પ્રતિક્રિયા આપી છે. બંને પાર્ટીઓના કાર્યકર્તાઓએ શુક્રવારે અમૃતસરમાં પિત્રોડાની વિરુદ્ધ દેખાવોપણ કર્યા અને તેમની માફીની પણ માગણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં 12મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવશે, તો પંજાબમાં 19મી મેના રોજ આખરી તબક્કામાં વોટિંગ થવાનું છે.