Site icon Revoi.in

પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ સાથે રાખી સાવંતે આપ્યો પોઝ, ભડક્યા ફેન્સ, પછી જાણ્યો આખો મામલો

Social Share

બોલિવુડની ડ્રામાક્વીન રાખી સાવંત એકવાર ફરી ચર્ચામાં છે. તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટામાં રાખી એક સુંદર લોકેશન પાસે પોઝ આપી રહી છે. રાખીનો ફોટો જોઇને જ ઘણા લોકો ગુસ્સામાં છે. પરંતુ જ્યારે તેમણે રાખીના ફોટાનું કેપ્શન જોયું, તેમને સમજાયું કે આખો મામલો શું છે.

હકીકતમાં ફોટા સાથે લખ્યું હતું, “મને મારો ભારત દેશ અતિશય પસંદ છે, પરંતુ આ મારી આગામી ફિલ્મ ‘ધારા 370’નો એક સીન છે.” રાખી સાવંતે આ વિશે એક વીડિયોમાં ફેન્સ અને ફોલોઅર્સની સામે પોતાની વાત પણ મૂકી. તેણે કહ્યું, “હાય ફ્રેન્ડ્સ, આ એક પાકિસ્તાની સેટઅપ છે. આ ફિલ્મનું નામ ‘ધારા 370’ છે જે કાશ્મીરના પંડિતો પર આધારિત છે.”

રાખીએ કહ્યું, “હું આ ફિલ્મમાં એક પાકિસ્તાની છોકરીની ભૂમિકા નિભાવી રહી છું. તમે મારો કોસ્ચ્યુમ ચેક કરી શકો છો. મારું કેરેક્ટર આ ફિલ્મમાં આતંકવાદી સંગઠનોનો ભંડો ફોડી નાખે છે જેઓ નાના બાળકોને જેહાદી બનાવવાનું કામ કરે છે.”

જોકે રાખીના વીડિયો પર એક પાકિસ્તાનની યુવતીએ સખત વાંધો ઉઠાવ્યો છે. સબરીના ખમીસાએ રાખી માટે લખ્યું, “તમે અમારું કલ્ચર ડિઝાઇન ન કરી શકો. પાકિસ્તાન ઇસ્લામને ફોલો કરે છે અને તે ખૂબ પાક અને શાંતિનો ધર્મ છે. હું પાકિસ્તાન પર ગર્વ અનુભવું છું અને મને મારા કલ્ચર સાછે પ્રેમ છે.” રાખી સાવંતે આ યુઝરને જવાબ આપતા કહ્યું, “આ મારી ફિલ્મ છે અને જો તને હું ન ગમતી હોઉં તો તું મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી જઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે રાખી સાવંત પર હંમેશાં આરોપ લાગતા રહ્યા છે કે તે લાઇમલાઇટમાં આવવા માટે વિવાદોનો સહારો લે છે. તેનો આ સ્ટંટ પણ આ જ લાઇમલાઇટનો ભાગ હોય એવું માનવામાં આવી રહ્યું છે.