1. Home
  2. revoinews
  3. કાશ્મીરની સમસ્યાના સમાધાનની દીશામાં એક નવી શરુઆત છે 370નું હટવુંઃ કેએન ગોવિંદાચાર્ય
કાશ્મીરની સમસ્યાના સમાધાનની દીશામાં એક નવી શરુઆત છે 370નું હટવુંઃ કેએન ગોવિંદાચાર્ય

કાશ્મીરની સમસ્યાના સમાધાનની દીશામાં એક નવી શરુઆત છે 370નું હટવુંઃ કેએન ગોવિંદાચાર્ય

0

370 હટવવી તે કાશ્મીરની સમસ્યા નષ્ટ થવાની પહેલ છે

આર્થિક સ્થિતી પર ગંભાર વિચાર કરવાનું કહ્યું

ભારત વિકાસ સંગમના કાર્યક્રમમાં ગોવિંદાચાર્ય

જયપુરના કાર્યક્રમમાં આપી હાજરી

જયપુરઃ- આર્થિક ચિંતક અને વિચારક કેએન ગોવિંદાચાર્યનું કહેવું છે કે “કલમ-370ને હટાવવી કાશ્મીરની સમસ્યાના સમાધાનની દીશામાં એક નવી શરુઆત કરી છે,હજુ આગળ ઘણું કરવાનું બાકી છે,તેમણે દેશીની હાલની ઈર્થિક સ્થિતીને લઈને પણ કહ્યું હતુ કે ,  બાબતમાં ગંભીર રીતે વિચાર કરવાની જરુર છે”

ગોવિંદાચાર્ય સંગઠન ભારત વિકાસ સંગમના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવિવારના રોજ જયપુર પહોચ્યા હતા,દેશની હાલની આર્થિક સ્થિતીને લઈને તેઓ  કહ્યું કે,”ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીની આર્થિક નીતિઓમાં કોઈ મોટો તફાવત નથી,વર્ષ 1991માં લાગુ કરેલા આર્થિક સુધારાની નીતિ સતત ચાલુ છે,પરંતુ હવે સમય આવી ગયો છે કે આ નીતિની સમીક્ષા કરવામાં આવે,દેશની આર્થિક નીતિમાં દેશી વિચાર પર આધારિત વિકેન્દ્રીત વ્યવ્સ્થા હોવી જોઈએ,આ વિષય પર ધણું બધુ કામ કરવાની જરુર છે,પહેલા પણ તે જરુર હતી જ, પરંતુ આજે વધુ જરુર છે”.

જીડીપીમાં થયેલા ઘટાડાને લઈને તેમણે કહ્યું કે, “દેશમાં કઈ પાર્ટીની સરકાર છે,તેનું જીડીપીમાં યોગદાન હોય જ છે,પરંતુ તેની વધુ અસર નથી પડતી,ભારતના વિકાસ દરમાં સૌથી વધુ વૃદ્ધી 1993થી 1998ના રાજનીતિક અસ્થિરતા વાળા સમયમાં થઈ હતી ત્યારે તો જીડીપી માપવાની રીત પર જ સવાલ ઊભા થવા લાગ્યા છે”

તેઓ એ રામમંદિરને લઈને કહ્યું કે, “આ મામલામાં સંવાદનું કોઈ પરિણામ નહી આવે, અને આ બાબત અગાઉ પણ જોવા મળી હતી. તેમણે કહ્યું કે, આ કોઈ જમીન વિવાદ નથી, તેથી તે ન્યાયતંત્રનો વિષય પણ નથી. હવે રસ્તો કાયદો બનાવવાનો છે અને હું માનું છું કે ફક્ત કાયદા બનાવીને  બાબત પર માર્ગ મળશે”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.