Site icon Revoi.in

પાકિસ્તાની છોકરીઓની તસ્કરી, ચીનના 11 નાગરિકોની કરવામાં આવી ધરપકડ

Social Share

લાહોરની એક કોર્ટે પાકિસ્તાનની છોકરીઓ પાસે જબરદસ્તી વેશ્યાવૃત્તિ કરાવવા અને અંગોની તસ્કરી સાથે સંડોવાયેલી આંતરરાષ્ટ્રીય ગેંગની તપાસ માટે ચીનના 11 નાગરિકો સહિત 13 શંકાસ્પદોને કસ્ટડીમાં મોકલ્યા છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ આમિર રઝાએ સંઘીય તપાસ એજન્સી (એઇઆઇએ)ના અધિકારીઓને 2 દિવસની અંદર આ તપાસ પૂરી કરવા અને આરોપીઓને 11 મેના રોજ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં એફઆઇએએ 40થી વધુ ચીની નાગરિકો અને તેમના સ્થાનિક 15 સહાયકોને લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી અને ફૈસલાબાદથી પાકિસ્તાની મહિલાઓના નકલી લગ્ન કરાવવામાં સામેલ રહેવા અને આ મહિલાઓના શરીરના અંગે કાઢવા, તેમને વેશ્યાવૃત્તિમાં નાખી દેવાના આરોપમાં ધરપકડ કરી છે.

એફઆઇએના એક વરિષ્ઠ અધિકારી વકાર અબ્બાસીએ જણાવ્યું, ‘અમે પીડિત દુલ્હન અમના નાઝીરની ફરિયાદ પર જોહાર ટાઉનના એક ઘરમાં છાપો માર્યો અને ચીનના 11 નાગરિકો અને બે સ્થાનિક સહાયકોની ધરપકડ કરી લીધી.’ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગરીબ ઇસાઇ છોકરીઓ સાથે ચીની વરરાજાઓના લગ્નની ઘટનાઓ છેલ્લાં કેટલાંક દિવસોમાં વધી છે.

ગરીબ પાકિસ્તાની છોકરીઓને આ રીતે લગ્ન કરાવીને ઘણીવાર માનવ તસ્કરી અને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. આવી ઘટનાઓને જોતાં પાકિસ્તાન સરકારની સાથે પાક સ્થિત ચીની દૂતાવાસે પણ ચેતવણી જાહેર કરી છે.