Site icon Revoi.in

રાજકોટમાં શેરડીના રસના ચીચોડાવાળાને હટાવાતા ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરાયો

Social Share

રાજકોટ: શહેરના જાહેર માર્ગ પર નડતરરૂપ શેરડીના રસવાળાઓએ ચિચોડા રાખી વેચાણ ન કરવા અંગે મહાપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ નિર્ણય લીધો હતો. આથી મનપાની ટીમ દ્વારા જાહેર રસ્તા પરથી તેને હટાવવાની કામગીર હાથ ધરી હતી. પરંતુ આજે શેરડીનો રસ વેચતા વેપારીઓ ચિચોડા સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે પોલીસ દોડી આવતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ શહેરના માર્ગો પર શેરડીના રસના ચીચોડાવાળાને હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ પોલીસની મદદથી અભિયાન હાથ ધર્યું છે. આથી ચીચોડાવાળાની રોજગારી છીનવાઈ જતા ભારે વિરોધ થયો છે. આ વિરોધમાં કોંગ્રેસ પણ ચિચોડાવાળા સાથએ જોડાયા હતા અને હંગામો મચાવ્યો હતો. મનપાની આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જાહેર માર્ગ પર ચિચોડા બંધ કરાવતા મનપા કચેરીએ કોંગ્રેસના આગેવાનો અને રસ પાર્લરના દુકાનદારો દ્વારા વિરોધ કરાયો હતો.