Site icon Revoi.in

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામઃ ATM ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતા ગંભીર બનાવોમાં વધારો થયો છે ત્યારે રાજ્યમાં ફરી ATMમાં ચોરી કરતી ટોળકી સક્રીય થઈ હોય તેમ રાજકોટમાં ઘરફોડિયાઓએ ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના અટીકા વિસ્તારમાં વિજય કોમર્શિયલ બેંકનું ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સફળતા નહીં મળતા આખુ ATM ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ATM સેન્ટરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં બે બુકાનીધારી કેદ થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અટીકા વિસ્તારના ૮૦ ફુટ રોડ પર આવેલી વિજય કોમર્શિયલ બેંકના ATM સેન્ટરમાં રાત્રિના સમયે કેટલાક અજામ્યા શખ્સો ત્રાટક્યાં હતા.. તેમજ ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમાં સફળતા નહીં મળતા આખુ ATM ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રિના સમયે એટીએમ સેન્ટર ઉપર કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતો. સવારે સિક્યુરીટી ગાર્ડ આવ્યો ત્યારે ATM બહાર ફુટપાથ ઉપર પડેલુ જોઈને ચોંકી ઉઠ્યો હતો. તેમજ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.આ બનાની જાણ થતા બેંકના અધિકારીઓ તથા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ATM સેન્ટરમાં લગાવેલા CCTV કેમેરામાં અંદર બે બુકાનીધારી ATM તોડતા કેદ થયા હતા. ATM તોડીને બહાર લઈ આવ્યા બાદ અજાણ્યું વાહન અહીંથી પસાર થતા તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. તેમજ ATMમાં તમામ રોકડ સહીસલામત હોવાનું જાણવા મળે છે. આ અંગે બેંકના અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા કવાયત આરંભી હતી.