Site icon Revoi.in

ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ મારી બાજી

Social Share

અમદાવાદઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહનું આજે પરિણામ જાહેર થયું હતું. જેમાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ અવલ્લ રહી છે. વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ લગભગ 0.18 ટકા જેટલું ઉંચુ આવ્યું છે.

માર્ચ મહિનામાં લેવાયેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં 76003 વિદ્યાર્થીઓ અને 48691 વિદ્યાર્થિનીઓ નોંધાઈ હતી. જે પૈકી પરિક્ષામાં 75446 વિદ્યાર્થીઓ અને 48414 વિદ્યાર્થીઓ બેઠા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં 71.83 ટકા વિદ્યાર્થી એટલે કે 54195 અને 72.01 ટકા એટલે કે 34865 વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ હતી. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપનું 78.92 ટકા, B ગ્રુપનું 67.26 ટકા અને AB ગ્રુપનું 64.29 ટકા પરિણામ જાહેર થયું છે. ધ્રોલ કેન્દ્ર્નું સૌથી વધુ 91.60 ટકા અને બોડેલી કેન્દ્રનું સૌથી ઓછુ 27.19 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 49 જેટલી સ્કૂલોનું પરિણામ 10 ટકા કરતા ઓછુ આવ્યું છે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દરમિયાન 365 જેટલા કોપીકેસ થયા હતા. કોપીકેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.