Site icon Revoi.in

ગુજરાતમાં ગરમીમાં થશે ઘટાડોઃ હળવા વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ પશ્ચિમમાંથી ઉત્તર પશ્ચિમ દિશા તરફનાં પવન ફૂંકાવાને કારણે વાતાવરણ સુકુ બન્યું છે અને ગરમીમાં વધારો થયો છે. રાજ્યમાં રાજકોટ સૌથી વધુ 42 ડિગ્રીની આસપાસ વાતાવરણ નોંધાયું હતું. દરમિયાન પાંચ દિવસમાં ગરમીમાં ઘટાડો થવાની શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરીને અનેક જગ્યાએ વરસાદી ઝાપટાંની આગાહી કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના નગરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. દરમિયાન આગામી દિવસોમાં રાજ્યની પ્રજાને ગરમીમાં આંશિક રાહત મળવાની શકયતા છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક નગરોમાં હળવો વરસાદ પડવાની શકયતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા છે.