Site icon Revoi.in

સુરતમાં 5600 જેટલી જર્જરીત ઈમારતોઃ મનપા કમિશનરનો સર્વેનો આદેશ

Social Share

સુરતઃ શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં તાજેતરમાં 35 વર્ષ જૂની ઈમારત નમી પડ્યાં બાદ પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની ઘટનાથી સફાળા જાલેતા મનપા તંત્ર દ્વારા હવે શહેરમાં જર્જરીત ઈમારતોનો સર્વે કરવામાં આવશે. શહેરની જર્જરીત ઈમારતોનો સર્વે કરવા માટ મનપા કમિશનરે આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારાં તાજેતરમાં ચાર માળની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. તેમજ ત્યાર બાદ એક મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જો કે, સદનસીબે આ બન્ને બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.  પરંતુ ગણતરીના દિવોસમાં મકાન ધરાશાયીની બે ઘટના બનતા મનપા તંત્ર સફાળુ જાગ્યું છે.

સુરત મહાનગર પાલિકાની હેલ્થ એન્જિનીયરિંગની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કમિશનર એસ.થોન્નરસને શહેરની જર્જરીત ઈમારતો અંતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આ અંગેનો સર્વે કરવાના આદેશ કર્યા હતા. કમિશનરે સર્વે કરીને રિપેરીંગ સહિતની કાર્યવાહી માટે નોટીસ આપવા પણ આદેશ કર્યા છે. એટલું જ નહીં જાનહાની થવાની શકયતા હોય તો જર્જરીત ઈમારતને તાત્કાલિક ઉતારી દેવા પણ તાકીદ કરવામાં આવી છે. શહેરમાં 25 વર્ષ જૂની ઈમારતો અંગે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2018માં કરવામાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ સુરતમાં 5600 જેટલી જર્જરિત, 1664 જેટલી અંશતઃ જર્જરિત 273 અત્યંગ જર્જરિત ઈમારત છે.