Site icon Revoi.in

મોડાસાના કીડી ગામ પાસે આવેલો ચેકડેમ તૂટી ગયાને સાત વર્ષ થયા છતાં તંત્રને ફુરસદ મળતી નથી

Social Share

મોડાસાઃ ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ઘણાબધા વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. હાલ સરકારી તંત્ર દ્વારા પીવાનું પાણી પહોંચતું કરવાનું આયોજન થઈ રહ્યું છે.ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે ચોમાસામાં જળ સંચય કરવું જરૂરી છે. પરંતુ જળસંચય અભિયાન માટે કોઇ આયોજન થતુ નથી પાણી બચાવાનુ કોઇ વિચારતુ નથી  રાજયના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પાણી બચાવા માટે બુમો પાડે છે પરંતુ સરકારની જ જવાબદરી હોઇ કોઇ આગળ આવતું નથી જોકે રાજયના કેટલાક અધિકારઓ પણ સરકારને બદનામ કરવાનુ બિડુ ઝડપ્યુ હોઇ એવા કાર્યો કરી રહ્યા છે. મોડાસા-રોજડ રોડ પર કીડી ગામ પાસે 10 વર્ષ પહેલા બનેલો ચેક ડેમ ત્રણ વર્ષમાં જ તૂટી ગયો હતો. ત્યાર બાદ વારંવાર રજુઆત કરવા થતાં છેલ્લા સાત વર્ષથી ચેક ડેમ રિપેર કરવામાં આવતો નથી.અને ચોમાસામાં ચેક ડેમ ભરાતો નથી અને લાખો લીટર પાણી વહી જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  મોડાસાના કીડી ગામ પાસે આવેલો ચેક ડેમ દસ વર્ષ પહેલા બનેલો છે બન્યા પછી ત્રણ વર્ષમાં તુટી ગયો હતો. દર વરસે  લાખો લિટર પાણી વહિ જાય છે વારંવાર સમાચારો અખબારોમાં  આવેલા છે ખેડૂતોએ પણ રજુઆતો કરી હતી અને મુખ્ય માર્ગ ઉપર આંધળા માણસને દેખાય એમ છે ચેકડેમ સલામત છે માત્ર સાઇટનું માટીકામ કરવાથી લાખો લિટર પાણી બચે તેમ છે ત્યારે મોડાસા સિચાઇ વિભાગના નાયબ ઇજનેર પંડ્યાને રજૂઆત લોકોએ કરી હતી તો કહે છે ચેકડેમ અમારે ચોપડે નથી અને તુટી ગયો એ અમને ખબર નથી એટલે રિપોર્ટ ક્ર્યો નથી હવે કલેકટરને રિપોર્ટ  કરીશું. કલેકટર હકારાત્મક છે એમને વાત કરવાનુ કોઇ કહે તો પંડયા ના પાડી દે છે. વરસાદ માટે એક મહિનો બાકી છે તયારે આવા અધિકારી વરસાદની રાહ જોઇ માત્ર બિલ રેકોર્ડ કરવાની રાહ જોતા હશે ?