
કોલકાતાના પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી છે. કોલકાતા હાઇકોર્ટે ધરપકડથી સંરક્ષણ દેવા સંબંધિત રાજીવ કુમારની અરજી ફગાવી દીધી છે. ત્યારબાદ હવે રાજીવકુમારની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. સીબીઆઇની ટીમ ડેપ્યુટી પોલિસ કમિશનરની ઓફિસ પહોંચી ચૂકી છે, જ્યાં પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમારનું નિવાસસ્થાન છે.
સૂત્રોનુસાર હવે રાજીવ કુમાર પાસે ધરપકડથી બચવા માટે કોઇ રસ્તો નથી. તેથી હવે સીબીઆઇ પાસે તેની ધરપકડ કરવાનો અધિકાર છે. હાઇકોર્ટે રાજીવ કુમારના એ તર્કને ફગાવ્યો હતો કે તેને ઇરાદપૂર્વક નિશાના બનાવાઇ રહ્યા છે.
શું છે આરોપ
રાજીવ કુમારને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિકટવર્તી મનાય છે. રાજીવ કુમાર પર સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે પોન્ઝી ચિંટ ફંડ ઘોટાળા મામલે રાજીવ કુમારે પુરાવાઓ સાથે છેડછાડ કરી છે. રાજીવ કુમાર ઘોટાળાની તપાસ કરી રહેલા સીઆઇટીના પ્રમુખ હતા.
સીબીઆઇએ એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજીવ કુમારે કેટલાક આરોપીઓના કૉલ રેકૉર્ડ્સ સીબીઆઇને હેંડઓવર નથી કર્યા અને બાદમાં જે રિકૉર્ડ્સ હેંડઓવર કર્યા છે તેમાં છેડછાડ કરી છે. રાજીવ કુમાર દ્વારા સોંપાયેલા સીડીઆરને જ્યારે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર દ્વારા ઉપલબ્ધ કરાવેલા સીડીઆર સાથે મેચ કરાયું તો તે મેચ નહોતું થયું.
આરોપ છે કે સીડીઆરને બદલવાનો હેતુ તૃણમૂલ કોંગ્રેસના એ નેતાઓને બચાવવાનો હતો જેના તાર પોન્ઝી ચિંટ ફંડ ઘોટાળાના પ્રમોટર્સ સાથે જોડાયેલા હતા. સૂત્રોનુસાર એસઆઇટી હેડ રાજીવ કુમારે ઘોટાળાના મુખ્ય આરોપી સુદીપ્તો સેનના લેપટૉપ સહિત ઇલેકટ્રોનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા. તે સમયે આરોપી એસઆઇટીની કસ્ટડીમાં હતો.
શારદા ચિટ ફંડ ઘોટાળામાં રોકાણકારોને રૂ.1983 કરોડનું જંગી નુકસાન થયું હોવા છતાં રાજીવ કુમારે રોઝ વૈલી જેવો બીજો પોન્ઝી ચિટ ફંડ ઘોટાળો થવા દીધો હતો.