Site icon Revoi.in

ભાણવડમાં પોલીસે ઝડપેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

Social Share

જામનગરઃ ભાણવડમાં પોલીસ દ્વારા 3 વર્ષ દરમિયાન ઝડપી લેવાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે લગભગ રૂ. દોઢ કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કર્યો હતો. 3 વર્ષના સમયગાળામાં 50 જેટલા ગુનામાં આ વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી હોવાથી પોલીસ દ્વારા તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ બુટલેગરો પણ રાજ્યમાં દારૂની રેલમછેલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી પોલીસ દ્વારા દારૂના જથ્થાને ઝડપી લેવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસથી બચવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ પણ દારૂના જથ્થાને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં જુના પડતર દારૂના જથ્થાના નાશ કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ભાણવડમાં વર્ષ 2015થી 2017 સુધીના સમયગાળામાં દારૂના 50 કેસમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂની 40 હજાર જેટલી બોટલ, 2700 જેટલા બીયરના ટીમ મળીને રૂ. 1.53 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલટોઝર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.