Site icon Revoi.in

બળાત્કારી નારાયણ સાંઈને સજા ફરમાવનારા સુરત કોર્ટના જજની બદલી

Social Share

અમદાવાદઃ સુરતમાં આસારામ આશ્રમની સેવિકા ઉપર બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે તાજેતરમાં જ આસારામના પુત્ર નારાયણ સાંઈને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. દરમિયાન નારાયણ સાંઈને સજા ફરમાવનાર જજની બદલી કચ્છમાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ કોર્ટના 214 જજનોની બદલી કરવામાં આવી છે. સુરતમાં નારાયણ સાંઈને સજા ફરમાવનારા જજ ઉપરાંત અન્ય જજોની પણ બદલી કરવામાં આવી છે. રાજ્યમાં બદલીના ઓર્ડરમાં સુરતના અન્ય પાંચ જજમાં પાંચમાં એડિશનલ સેશન્સ જજ એન.ડી. જોષીની સીબીઆઈ કોર્ટ અમદાવાદ ખાતે બદલી થઈ છે. છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ તેજસ ભટ્ટની પાંચમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ જામનગર ટ્રાન્સફર થઈ છે. સાતમા એડિશનલ સેશન્સ જજ દિગંત વોરાની છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે રાજકોટ, આઠમા એડિશનલ સેશન્સ જજ હાર્દિક મહેતાની રાજકોટ-ગોંડલ અને અગિયારમા એડિશનલ સેશન્સ જજ રાજેશ દવેની અમરેલી બદલી થઈ છે. એડિશનલ સેશન્સ જજની બદલી ઉપરાંત સુરતના સાત જજની કોર્ટમાં આંતરિક બદલીના પણ હુકમ થયા છે. જેમાં જજ એ.એમ. અંજારિયાને પાંચમા એડિશનલ સેશન્સ, એમ.એ ભાટીને સાતમા એડિશન્લ સેશન્સ, પ્રશાંત જૈનને આઠમા એડિશનલ સેશન્સ, ડી.ડી. બુદ્ધદેવને નવમા એડિશનલ સેશન્સ, એ.એચ. ધામાની દસમા એડિશનલ સેશન્સ, દિવ્યાંગ ત્રિવેદીને 11મા એડિશનલ સેશન્સ અને એમ.એ. ટેલરની 12મા એડિશનલ સેશન્સ જજ તરીકે બદલી કરવામાં આવી છે.