1. Home
  2. revoinews
  3. પહેલી વાર MP બનેલા નુસરત જહાં અને પજ્ઞા ઠાકુર સહીત અનેક નેતાઓને મોદી સરકારે સોપી અનેક જવાબદારીઓ
પહેલી વાર MP બનેલા નુસરત જહાં અને પજ્ઞા ઠાકુર સહીત અનેક નેતાઓને મોદી સરકારે સોપી અનેક જવાબદારીઓ

પહેલી વાર MP બનેલા નુસરત જહાં અને પજ્ઞા ઠાકુર સહીત અનેક નેતાઓને મોદી સરકારે સોપી અનેક જવાબદારીઓ

0
  • સંસદની સમિતિઓનું ગઠન
  • નુસરત જહાં જળસંસાધન સમિતિની સભ્ય તરીકે નિયુક્ત
  • પજ્ઞા ઠાકુર રેલવે પર બનેલી કમેટીના સભ્ય બન્યા
  • લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન સોપે છે આ જવાબદારીઓ
  • આ વર્ષે સ્ટૈડિંગ સમિતિની અધ્યક્ષતતા કોંગ્રેસને સોંપવામાં નથી આવી
  • રાહુલ ગાંધીને રક્ષા મંત્રાલય સાથે જોડાયેલી સમિતિના સદસ્ય બનાવાયા

17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે,પહેલી સંસદ પહોચેલી બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને ટીએમએસ સાસંદ નુસરત જહાંને પાર્લામેન્ટમાં ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે,જેમાં નુસરત જહાને જલ સંસાધન બાબતે બનેલી કમેટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તો બીજી બાજુ આ કમેટીના અધ્યક્ષ પદે બીજેપી સાંસદ સંજય જાયસવાલ રહેશે.

ભોપાલથી બીજેપી સાસંદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રેલવે માટે બનેલી કમેટીના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે,આ સમિતિમાં ફારુક અબ્દુલ્લા પણ સામેલ છે, તો આ સમિતિના અધ્યક્ષ સ્થાનને સાંસદ રાધા મોહન સિંહ સંભાળશે.

આ વખતે નાણાંમંત્રી વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી સ્ટૈડિંગ સમિતિની અધ્યક્ષતતા કોંગ્રેસને સોંપવામાં નથી આવી તો પાછલા વર્ષે આ સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસને સોપી હતી.ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે લોકસભામાં કોગ્રેસ સાસંદ વીરપ્પા મોઈલી નાણાંની બાબતે બનેલી સ્ટૈડિંગ સમિતિની અધ્યક્ષ હતા જ્યારે શશિ થરુર વિદેશ બાબતે બનેલી સ્ટૈડિંગ સમિતિનીના અધ્યક્ષ હતા.ત્યારે  17મી  લોકસભામાં  બન્ને મહત્વની સમિતિનું અધ્યક્ષ સ્થાન કોંગ્રેસને ન સોપતા બીજેપીને જ સોપવામાં આવ્યું છે.

લોકસભા સચિવાલયે આ માહિતી શુક્રવારના રોજ મોડી રાતે જાહેર કરી હતી, શશિ થરુરને આ વર્ષે આઈટી મંત્રાલય સાથે જોડાયેલી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે,બીજી તરફ આનંદ શર્માને ગૃહમંત્રાલય સાથે જોડાયેલી  સંસદીય સમિતિનું અધ્યક્ષ સ્થાન સોપવામાં આવ્યું છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રક્ષા મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિના સદસ્ય તરિકે પસંદ કરાયા છે,બીજેપી સાંસદ જુએલ ઓરાવા રક્ષા બાબતે બનેલી સંસદીય સમિતિના અધ્યક્ષ બન્યા છે

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન વિતેલા વર્ષની લોકસભામાં ટ્રાંસ્પોર્ટ,ટૂરિઝમ અને સાંસ્કૃતિક પર બનેલી સંસદીય સમિતિની અધ્યક્ષતા સંભાળી રહ્યા હતા ત્યારે આ વર્ષ આ સમિતિની અધ્યક્ષતા હાલમાં ટીડીપી માંથી બીજેપીમાં આવનારા સાંસદ ટીજી વેંકટેશને સોપવામાં આવી છે,ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને માનવ સંસાધન વિકાસ પર બનાવવામાં આવેલી સમિતિના સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે.ત્યારે આ સમિતિનીનું અધ્યક્ષ સ્થાન સત્યનારાયળ જટીયા સંભાળશે.આ તમામ પ્રકારની જવાબદારીઓ સરકાર દ્વારા કરવામાં આવેલી સલાહ પર લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન દ્વારા સોપવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.