
નવી દિલ્હી: રેલવે સ્ટેશન પર ઊભેલી ચંદીગઢ-કોચુવેલી એક્સપ્રેસની બોગીમાં આગ, જાનહાનિ ટળી
દેશની રાજધાની નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર શુક્રવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીંયા પ્લેટફોર્મ નંબર 8 પર ઊભેલી ચંદીગઢ-કોચુવેલ એક્સપ્રેસના ડબ્બામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
A fire has broken out in rear power car of Chandigarh-Kochuveli Express at platform number. 8 of New Delhi Railway Station. Four fire tenders are present at the spot. All passengers have been evacuated safely. https://t.co/KWkKjrIHkU pic.twitter.com/AvqrfyQyda
— ANI (@ANI) September 6, 2019
આ આગ ટ્રેનની પાવર કાર કોચમાં લાગી હતી, જો કે હવે ટ્રેનને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન માટે રવાના કરાઇ છે. જ્યાં તેનું સમારકામ કરાશે.
શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. આગ વિકરાળ હોવાથી ધુમાડો ફેલાયો હતો. ધુમાડો ચારેય તરફ ફેલાઇ ગયો હતો.
આ આગ ચંદીગઢ-કોચુવેલી એક્સપ્રેસના ડબ્બામાં લાગી હતી. ટ્રેન નવી દિલ્હીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી હતી. ટ્રેનમાં સવાર દરેક યાત્રીકો સુરક્ષિત છે અને ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લીધી હતી.
કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ આ ઘટના અંગે ટ્વીટ કરી છે. પીયૂષ ગોયલે કહ્યું કે દિલ્હીમાં ચંદીગઢ-કોચુવેલી એક્સપ્રેસમાં પાવર કારમાં આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર છે અને નજર રાખી રહ્યા છે. ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.