1. Home
  2. revoinews
  3. ગૃહ મંત્રી અમિત શાહનો નિર્ણય, પૂરગ્રસ્ત બિહારને 400 કરોડની આર્થિક સહાય કરાશે
ગૃહ મંત્રી અમિત શાહનો નિર્ણય, પૂરગ્રસ્ત બિહારને 400 કરોડની આર્થિક સહાય કરાશે

ગૃહ મંત્રી અમિત શાહનો નિર્ણય, પૂરગ્રસ્ત બિહારને 400 કરોડની આર્થિક સહાય કરાશે

0

બિહારમાં પૂરને કારણે થયેલી તબાહીને જોતા કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત બિહાર માટે 400 કરોડની આર્થિક સહાયનું એલાન કર્યું છે. આ નિર્ણય શુક્રવારે બિહાર તેમજ કર્ણાટકમાં આવેલા પૂરથી વણસેલી સ્થિતિની સમીક્ષાને લઇને ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી હાઇ લેવલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વચ્ચે પુરની અસરનું આકલન કરવા માટે કેન્દ્રીય ટીમ પટણા પહોંચી છે.

જાણકારી અનુસાર, 400 કરોડની આ રાશિ રાહત તેમજ બચાવ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોંસ ફંડથી SDRF ને અપાશે. તે ઉપરાંત રાજ્ય હોનારત રાહત કોષથી પણ 213.75 કરોડ રૂપિયા પ્રદેશને મળશે.

રાજ્ય હોનારત રાહત કોષથી મળશે 213.75 કરોડ
રાજ્ય સરકાર રાજ્ય હોનારત રાહત કોષથી મળેલા 213.75 કરોડ રૂપિયાનો ઉપયોગ તાત્કાલિક રાહત માટે ઉપયોગ કરી શકશે. દર વર્ષે આ રાશિ મળે છે. કેન્દ્ર સરકારે આ રાશિ જુલાઇ-ઑગસ્ટમાં આવેલા પૂરને કારણે જાહેર કરી છે.

રાજ્ય સરકારે આપ્યું હતું 2700 કરોડનું માંગ પત્ર
જણાવી દઇએ કે બે મહિના પહેલા આવેલા પૂરમાં રાજ્યના 13 જિલ્લાઓ (પૂર્વ તેમજ પશ્વિમ ચંપારણ, અરરિયા, કિશનગંજ, શિવહર, સુપૌલ, મધુબની, સીતામઢી, દરભંગા, મુઝફ્ફરપુર, સહરસા, કટિહાર અને પૂર્ણિયા)માં ભારે તબાહી થઇ હતી. ત્યારબાદ ક્ષતિનું આકલન કરવા આવેલી ટીમને રાજ્ય સરકાર તરફથી 2700 કરોડ રૂપિયાનું માંગ પત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.