1. Home
  2. revoinews
  3. ક્રિશ્ચિયન સ્કુલમાં જય શ્રી રામના નારા લગાવતા 17 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા
ક્રિશ્ચિયન સ્કુલમાં જય શ્રી રામના નારા લગાવતા 17 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા

ક્રિશ્ચિયન સ્કુલમાં જય શ્રી રામના નારા લગાવતા 17 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા

0
  • જય શ્રી રામના નારા લગાવતા વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ
  • ક્રિશ્ચિચન સ્કુલ હોવાથી શ્રીરામ બોલવું મોંધુ પડ્યું
  • હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ
  • ઑલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયનના નેતા અપ્પુ તિવારીએ સ્કુલ સામે ફરિયાદ કરી
  • સ્કુલ વિરુધ આ બાબતે પગલા લેવાની માંગ ઉઠવા પામી
  • સ્કુલના આચાર્ય પોતાની વાતથી ફરી ગયા

ઝારખંડના જમશેદપુરમાંથી સાંપ્રદાયિક તણાવને લગતી માહિતી બહાર આવી છે,વિષ્ટુપુરના બેલ્ડીહ સ્થિત એક ક્રિશ્ચિયન સ્કુલમાં હેરાન કરનારી ઘટના બનવા પામી છે,જ્યા વિદ્યાર્થોઓને રમત રમતમાં પોતાના ભગવાનને યાદ કરવું ભારે પડંયું છે,સંકુલમાં શ્રી રામ ભગવાનના નારા લગાવવાની ખબર વાયુવેગે પ્રસરી હતી જેને લઈને સ્કુલના વહીવટીતંત્ર દ્રારા અનુસાશનને લગતી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ સ્કુલના આચાર્યને થતાની સાથે જ તેમણે તાત્કાલીકના ઘોરણે એક બેઠક બોલાવી હતી,ત્યાર પછી નારા લગાવનારા વિદ્યાર્થીઓને સ્કુલમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો,આચાર્ય એલ પીટરસનની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો હતો કે 17 બાળકોને સ્કુલમાંથી સસ્પેન્ડ કરવામાં આવે

ત્યારે આ બનાવની જાણકારી મળતા ઑલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયનના નેતા અપ્પુ તિવારીએ સ્કુલ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી પર વિરોધ કરતા જીલ્લા શિક્ષા અધ્યક્ષ સામે ફરિયાદ નોંધાવી છે,આ ઉપરાંત તેમણે કહ્યું કે ,”સ્કુલના પ્રશાસનની  કાર્યવાહીથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓને દુભાવવામાં આવી છે.માત્ર જય શ્રી રામના નારા લગાવવાથી આ પગલું લેવું યોગ્ય નથી જ,જેથી કરીને સ્કુલ વિરુધ આ બાબતે પગલા લેવા જોઈએ”.

વિદ્યાર્થઈને સસ્પેન્ડ કરવાની વાતને લઈને જીલ્લા શિક્ષા પદાધિકારી શિવેન્દ્ર કુમારે કહ્યું કે,”અમને આ વાતની જાણકારી પ્રાપ્ત થઈ છે,અમે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે ત્યાર પછી જ સ્કુલ પર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે”. તો બીજી તરફ સ્કુલના આચાર્યનું  આ બાબતે કહેવું છે કે,”આ પહેલા પણ અમારી સ્કુલ આ રીતના ખોટા વિવાદમાં સપડાઈ ચુકી છે અને હવે અમે આવી કોઈ વિવાદીત ઘટના નથી ઈચ્છતા,આવનારા ઓક્ટોબર મહનામાં સ્કુલમાં પરિક્ષા હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે રજા આપવામાં આવી છે”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.