1. Home
  2. revoinews
  3. કર્ણાટકઃકોંગ્રેસ નેતા શિવકુમારની ઘરપકડને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર
કર્ણાટકઃકોંગ્રેસ નેતા શિવકુમારની ઘરપકડને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર

કર્ણાટકઃકોંગ્રેસ નેતા શિવકુમારની ઘરપકડને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર

0
  • કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ બાદ વિરોધ પ્રદર્શન
  • સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા
  • પ્રદર્શન ઉગ્ર બનતા શાળા-કૉલેજ બંધ
  • મોડી રાતે બે બસોને સળગાવાઈ

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ પછી કર્ણાટકમાં ઠેર-ઠેર તેના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે,રામનગરમાં મંગળવારે માડી રાતે બે બસોને સળગાવવામાં આવી હતી ,સાથે કેટલીક બસ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ,રામનગર મંડળમાં અંદાજે 10 બસો પર પત્થરમારો કરાયો હતો,બસના કાંચ તોડવામાં આવ્યા હતા જેને પગલે પોલીસ દ્વારા બસના સંચાલકો પર જ્યા સુધી આદેશ ન આપવામાં આવે ત્યા સુધી બસ વ્યવહાર પર રોક લગાવામાં આવી છે,સાથે સાથે આજ રોજ પ્રરદર્શન ઉગ્ર બનવાની શંકા સાથે રામનગરની દરેક શાળા અને કૉલેજો પણ બંધ રાખવામાં આવી છે.

કોંગ્રેસના કાર્યકર્તા આજે પણ વિરોધ પ્રદર્શન કરી શકે છે જેના કારણે સુરક્ષના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે,સાથે આરએએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારની ધરપકડ બાદ દિલ્હીથી લઈને કર્ણાટક સુધી હાહાકાર મચી રહ્યો છે,બેંગ્લોરમાં ઘરપકડની ખબર મળતાની સાથે જ શિવકુમારના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સરકારી વાહનો સાથે તોડફોડ કરી વાતાવણને ઉગ્ર બનાવ્યું હતું.

ગતરોજ મંગળવારે સાંજે ડીકે શિવકુમારને ઈડીએ પોતાના સકંજા લીધા હતા,દિલ્હીમાં ચાર દિવસથી તેમની પૂછપરછ થઈ રહી હતી,ત્યારે મંગળવારના રોજ ઈડીની ઓફિસ જતા સમયે શુવકુમારની આંખોમાં આસું આવી ગયા હતા,પોતાની ઘરપકડ બાદ તેઓ એ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાની ઘરપકડને બદલાની ભાવના ગણાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.