1. Home
  2. revoinews
  3. એમપીમાં માત્ર 10 રુપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈને પત્થર વડે કૂંચલીને મોતને ઘાટ ઉતાર્યો
એમપીમાં માત્ર 10 રુપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈને પત્થર વડે કૂંચલીને મોતને ઘાટ ઉતાર્યો

એમપીમાં માત્ર 10 રુપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈને પત્થર વડે કૂંચલીને મોતને ઘાટ ઉતાર્યો

0
  • મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લાની દર્દનાક ઘટના
  • નાના ભાઈને 10 રુપિયા આપવામાં આવતા નારાજ હતો મોટો ભાઈ
  • નારાજગીનો રોષ હત્યાના રુપમાં

મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે,જા ઘટનામાં એક ભાઈએ માત્ર દસ રુપિયા જેવી નાની રકમને લઈને નાના ભઆઈને પત્થર વડે છુંદી છુંદીને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો,આ ઘટનાને અંજામ આપ્યા બાદ મોટો ભી ફરાર થઈ ગયો હતો,ડિંડોરી જીલ્લાના મેહંદવાની પોલીસ સ્ટેશન હેઠળ વનારા ગામ ખૈરદામાં આ ઘટના બવના પામી છે.

મેહંદવાની પોલીસ સ્ટેશનના એસએચઓના જણાવ્યા પ્રામાણે,ખૈરદા ગામના સત્તૂ ગોડેસોમવારે સવારે ફરિયાદ નોંધાવી હતી કે તેના બન્ને પુત્રો રવિવારની સાંજથી લાપતા છે,સત્તૂ ગોડે તેણે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ,તેણે તેના નાના પુત્રને પોકેટમનિ માટે 10 રુપિયા આપ્યા હતા અને સાથે સાથે એમ પણ કહ્યું હતુ કે , પસામાંથી તૂં જે કઈ પણ ખરીદે તે તારા મોટા ભાઈને પણ આપજે

સત્તબ ગોડે પોલીસને વાત પણ જણાવી હતી કે તેનો મોટો પુત્ર કે જે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે ,તે કઈ પણ વસ્તુ તેના નાના ભાઈને આપતો નહોતો એટલે તેમણે 10 રુપિયા 14 વર્ષના નાના પુત્રને આપ્યા અને બન્નેને મળીને વાપરવા જણાવ્યું હતું.નાનો પુત્ર 14 વર્ષનો હતો અને 8મા ઘોરણમાં અભ્યાસ કરતો હતો.

બન્ને ભાઈઓને છેલ્લી વાર ગામની દુકાન તરફ જતા રવિવારે સાંજે લોકોએ જોયા હતા,ત્યાર બાદ  બન્ને ભાઈઓની કોઈ ભઆળ નહોતી મળી શકી,તો પરિવારના લોકોએ તેમની શોધખોળ શરુ કરી,સોમવારે સવાર સુધી આ બન્ને ભાઈઓ ઘરે પરત ન ફળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

સોમવારે બપોર પછી જ્યારે પોલીસને ગામથી 3 કિલો મીટર દુર ઝાડીઓમાંથી નાના ભાઈની ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી,પોલીસે જણાવ્યું કે,બાળકનું માંથુ પત્થર જેવી ભારે વસ્તુથી કુચલવામાં આવ્યું હતું.તેના માથા પર,હાથના બાવડા પર ઈજાના નિશાન હતા.પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને આઈપીએસ ધારા 302 હેઠળ કેસ ફાઈલ કર્યો છે,તે સાથે સાથે આરોપી મોટા ભાઈની શોધખોળ પણ શરુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.